નિધન/ સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને BCCI રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાથી નિધન

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બૉલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું  66 વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે આજે  જામનગરમાં અવસાન થઈ ગયું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન  દ્વારા રવિવારે આ જાણકારી આપવામાં આવી છે. SCAએ જણાવ્યું કે, રાજેન્દ્રસિંહ જાડેજાના અકાળે અવસાનથી સૌ કોઈ દુ:ખી છે. તેઓ સૌરાષ્ટ્રના શાનદાર ક્રિકેટરોમાંથી એક હતા. કોરોના સામેની જંગ લડતા આજે […]

Gujarat Others
Untitled 176 સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અને BCCI રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાથી નિધન

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બૉલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું  66 વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે આજે  જામનગરમાં અવસાન થઈ ગયું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન  દ્વારા રવિવારે આ જાણકારી આપવામાં આવી છે.

SCAએ જણાવ્યું કે, રાજેન્દ્રસિંહ જાડેજાના અકાળે અવસાનથી સૌ કોઈ દુ:ખી છે. તેઓ સૌરાષ્ટ્રના શાનદાર ક્રિકેટરોમાંથી એક હતા. કોરોના સામેની જંગ લડતા આજે સવારે તેમનું નિધન થઈ ગયું. રાજેન્દ્રસિંહ જાડેજા શ્રેષ્ઠ ઑલરાઉન્ડર પણ હતા. તેમણે પ્રથમ શ્રેણીની 50 અને 11 લિસ્ટ એ મેચોમાં ક્રમશ: 134 અને 14 વિકેટો ઝડપી હતી. આ સિવાય બન્ને શ્રેણીમાં તેમણે ક્રમશ: 1,536 અને 104 રન પણ ફટકાર્યા હતા. રાજેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પસંદગી સમિતીના સભ્ય, કોચ અને ટીમના મેનેજર પણ રહી ચૂક્યાં છે.

SCAના અધ્યક્ષ જયદેવ શાહે પણ તેમના અવસાન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિશ્વ ક્રિકેટ માટે મોટી ક્ષતિ છે. રાજેન્દ્ર સર  જે વ્યક્તિઓને હું મળ્યો તેમાં સૌથી ઉમદા વ્યક્તિઓમાંથી એક હતી. હું ભાગ્યશાળી રહ્યો કે, તેમના મુખ્ય કોચ, મેનેજર અને ગાઈડ રહેવા દરમિયાન અમે અનેક મેચો રમી. જાડેજા 53 ફર્સ્ટ લેવલ, 18 લિસ્ટ એ અને 34 ટી-20 મેચોમાં BCCIના સત્તાવાર રેફરી પણ રહ્યા છે.