બજેટ/ અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે

સ્ટેન્ડિગં કમિટીમાં ફાઈનલ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદ મહાપાલિકાના વીએસ હોસ્પિટલ, એએમટીએસ એમ.જે.લાયબ્રેરી જેવા વિવિધ શાખાઓના બજેટ મંજૂર કરાશે.

Top Stories Gujarat
budget અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવશે

અમદાવાદ મહાનગર પાલિકાનું બજેટ આજે રજૂ કરવામાં આવશે, આ મહાનગર પાલિકામાં વિવિધ પ્રોજેકટ માટે બજેટ રજૂ કરવામાં આવશે, અનેક વિકાસલક્ષી કાર્યોને બહાલી આપવામાં આવશે, આ ઉપરાંત ખર્ચ અને આવકના સ્ત્રોત પણ રજૂ કરવામાં આવશે,રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે.આજે મળનારી સ્ટેન્ડિગં કમિટીમાં ફાઈનલ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદ મહાપાલિકાના વીએસ હોસ્પિટલ, એએમટીએસ એમ.જે.લાયબ્રેરી જેવા વિવિધ શાખાઓના બજેટ મંજૂર કરાશે. મહત્વનું છે કે, સ્ટેન્ડિંગ કમિટીમાં ફાઈનલ બજેટમાં એમ.જે.લાયબ્રેરીનું 15.33 કરોડનું ડ્રાફ્ટ બજેટ, V.S. હોસ્પિટલ માટે 173 કરોડનું સુધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ તેમજ AMTS બજેટ રજૂ કરવામાં આવશે.

સુરત મહા નગરપાલિકા પણ આજે વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. જેમાં મનપા કમિશનર ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના અનેક પ્રોજેક્ટ ધીમી ગતિએ ચાલી રહ્યાં છે. જેને લઈને નવા મોટા પ્રોજેક્ટની સંભાવના નહીંવત છે. તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને નવા કર કે વધારાની શક્યતાઓ ઓછી છે. આ સાથે સુરત મનપાનું વર્ષ 2022-23નું બજેટ 7 હજાર કરોડ રહે તેવી શક્યતા રહેલી છે.