અમદાવાદ: અમદાવાદ એર ઇન્ડિયાની એકસાથે 70થી વધુ ફલાઈટો રદ થતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એર ઇન્ડિયાની આતંરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ફલાઈટ રદ કરવામાં આવતા મોટો ઉહાપોહ સર્જાયો છે. 70થી વધુ ફલાઈટ રદ થવાથી યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એર ઇન્ડિયા દ્વારા અચાનક આવું પગલું ભરાતા મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. એવું પણ સામે આવ્યું છે કે મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સ સીક લીવ પર ઉતરતા આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે આ મામલાનું મૂળ કારણ શોધવા સિવિલ એવિયેશન ઓથોરિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ફલાઈટો રદ થવા મામલે કેટલીક બાબતો સામે આવી છે. આ મામલે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે મોટી સંખ્યામાં એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સ બીમાર પડ્યા છે. સંભવત સ્ટાફની જરૂરિયાત કરતા ઓછી હાજરીના કારણે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે. ત્યારે એ પ્રશ્ન જરૂર થાય કે શું ખરેખર એકસાથે ક્રૂ મેમ્બર્સ માંદા પડ્યા છે કે પછી કોઈ અન્ય કારણ છે.
આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે ક્રૂ મેમ્બર્સ અને કંપની વચ્ચે કોઈ મામલે સંઘર્ષ થઈ રહ્યો છે. કર્મચારીઓ ઘણા સમયથી પોતાની કેટલીક માંગો કપંની સમક્ષ મૂકી હતી. જેનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો. લાંબા સમયથી તેમની માંગોને નજરઅંદાજ કરતા આખરે કર્મચારીઓએ એકસાથે માસ સીક લીવ પર ઉતરી ગયા છે. કર્મચારીઓની નારાજગીને ટાળવા કંપની તરફ હજુ સુધી કોઈ પ્રયાસ કરાયો નથી તેવું પણ સામે આવ્યું છે. અનેક માંગોને લઇ કર્મચારીઓ સીક લીવ પર ઉતર્યા છે. અને આથી જ સ્ટાફના અભાવે એર ઇન્ડિયાએ 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ફલાઈટ કેન્સલ કરી છે.
એરઈન્ડિયાએ ફલાઈટો રદ થવાની માહિતી આપી. પરંતુ સામે મુસાફરોને રિફંડ મળશે કે નહી તેમજ તેમને અન્ય કોઈ તારીખ પર તેમની યાત્રા રીશિડ્યુલ કરાવી આપશે તેવી કોઈ પ્રકારની વધુ વિગત આપી નથી. એર ઇન્ડિયાની 70થી વધુ ફલાઈટો રદ થવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન
આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન
આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન