Not Set/ 125 વાઘ અને 1200 ચિત્તાની દાણચોરી કરનાર માણસને જેલની સજા

125 વાઘ અને 1200 ચિત્તાની દાણચોરી કરીને તેમના શરીરના ભાગોનો વેપાર કરનાર માણસને મધ્યપ્રદેશ કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદની સજા કરવામાં આવી છે. આરોપી શમીમ કાનપુર ના રહેવાસી છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સિસ (એસટીએફ) ના અનુસાર પશુના શરીરના ભાગોનો નેપાળ અને તિબેટના આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરાતો હતો. […]

Top Stories
news1704 125 વાઘ અને 1200 ચિત્તાની દાણચોરી કરનાર માણસને જેલની સજા

125 વાઘ અને 1200 ચિત્તાની દાણચોરી કરીને તેમના શરીરના ભાગોનો વેપાર કરનાર માણસને મધ્યપ્રદેશ કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદની સજા કરવામાં આવી છે. આરોપી શમીમ કાનપુર ના રહેવાસી છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સિસ (એસટીએફ) ના અનુસાર પશુના શરીરના ભાગોનો નેપાળ અને તિબેટના આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરાતો હતો. શમીમના બે સાથીદારોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયા તેમને શમીમ સાથે ના સંબંધો વિષે કહ્યું અને તે પછી મધ્યપ્રદેશ એસટીએફ (વન્યજીવન)એ ઉત્તર પ્રદેશ એસટીએફ થી ધરપકડ કરવા માટે સહકાર માંગ્યો હતો. મીડિયા અહેવાલો જણાવે છે કે શમીમ બે દાયકાથી પશુ વેપારમાં રોકાયેલા હતા. 2001 માં યુપી પોલીસે તેમના ઘરમાં છુપાવેલા વાઘ અને ચિત્તાનો કબજો લીધો હતો.