Not Set/ પીજી મેડિકલ અને ડેન્ટલમાં ૨૩૫ બેઠકો ખાલી પડી, મેડિકલમાં ૨૦૭, ડેન્ટલમાં ૨૮ બેઠક ખાલી રહી

અમદાવાદ. રાજ્યમાં પીજી મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ અંગેની પ્રક્રિયામાં બે રાઉન્ડના અંતે ઓફલાઈન રાઉન્ડ પણ પૂરો કરવામાં આવ્યો છે. આ ઓફલાઈન રાઉન્ડ પછી પણ રાજ્યની વિવિધ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પીજી મેડિકલમાં ૨૦૭ અને પીજી ડેન્ટલમાં ૨૮ બેઠકો મળી કુલ ૨૩૫ બેઠકો ખાલી પડી રહી હતી. આ ખાલી પડેલી ૨૩૫ બેઠકોને ભરવા માટેની સત્તા સંબંધિત કોલેજને […]

Top Stories Ahmedabad Gujarat India Trending
medicaltreatment પીજી મેડિકલ અને ડેન્ટલમાં ૨૩૫ બેઠકો ખાલી પડી, મેડિકલમાં ૨૦૭, ડેન્ટલમાં ૨૮ બેઠક ખાલી રહી

અમદાવાદ.

રાજ્યમાં પીજી મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ અંગેની પ્રક્રિયામાં બે રાઉન્ડના અંતે ઓફલાઈન રાઉન્ડ પણ પૂરો કરવામાં આવ્યો છે. આ ઓફલાઈન રાઉન્ડ પછી પણ રાજ્યની વિવિધ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પીજી મેડિકલમાં ૨૦૭ અને પીજી ડેન્ટલમાં ૨૮ બેઠકો મળી કુલ ૨૩૫ બેઠકો ખાલી પડી રહી હતી. આ ખાલી પડેલી ૨૩૫ બેઠકોને ભરવા માટેની સત્તા સંબંધિત કોલેજને સોંપવામાં આવી છે.

ખાલી બેઠક ભરવાની સત્તા જે તે કોલેજોને સોંપાઈ

રાજ્યમાં પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઇન કાર્યવાહી ચાલતી હતી. જેના બે રાઉન્ડ પુરા થયા બાદ ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઓફલાઇન પ્રમાણે બોલાવીને પ્રવેશ ફાળવવા સૂચના આપવામાં આવી હતી. જેના અતર્ગત તા.૧૦ અને ૧૧મી મેના રોજ એમ બે દિવસ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.

૧૫ મે સુધીમાં બેઠકો ભરવાની રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા તા.૧૫મી મે સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં પ્રવેશ સમિતિ દ્વારા તા.૧૩મી મેના રોજ કાર્યવાહી પૂર્ણ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. ત્રીજા અને ઓફલાઇન રાઉન્ડ બાદ પી.જી.મેડિકલમાં ૨૦૭ બેઠક અને ડેન્ટલમા ૨૮ બેઠકો ખાલી પડી હતી. પીજી મેડિકલમાં જે બેઠકો ખાલી પડી હતી, તેમાં મુખ્યત્વે નોન ક્લિનિકલ બેઠકોનો સમાવેશ થાય છે. પ્રવેશના નિયમાનુસાર ખાલી પડનારી બેઠકોને ભરવા માટેની સત્તા જે તે કોલેજને સોંપી દેવામાં આવી છે. તા.૧૫મી સુધી એટલે કે બે દિવસમાં કોલેજો ઇચ્છે તો પોતાની ખાલી બેઠકો ભરી શકશે.

ડિમ્ડ યુનિ. માટે અલગથી કાર્યવાહી કરાશે

આ ઉપરાંત રાજ્યની ડિમ્ડ યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા આગામી તા.૧૮મીથી ૨૬મી દરમિયાન કરવામાં આવે તેવી શકયતા છે. આમ, આખરે પી.જી.મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.