Not Set/ રાજકોટ/ 12 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ અને 20 હજાર રૂપિયામાં ગર્ભપાત, ત્રણ શખ્સની ધરપકડ

  રાજકોટ શહેર પોલીસ દ્વારા ગર્ભપાત તેમજ ગર્ભપરીક્ષણ કરનારા નરાધમોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગોરખ ધંધો માત્ર છેલ્લા ત્રણ મહિનાથી જ કરતા હોવાનું જણાવ્યું છે. રાજકોટ શહેર SOG ટિમ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં હરિ ઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરો થેરાપી સેન્ટર ના ઓઠા હેઠળ ચાલતા ગર્ભ પરીક્ષણ ના ધંધાનો પર્દાફાશ કર્યો છે. […]

Gujarat Rajkot
f326b20226be65707de5847ab2a47e98 રાજકોટ/ 12 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ અને 20 હજાર રૂપિયામાં ગર્ભપાત, ત્રણ શખ્સની ધરપકડ
 

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગર્ભપાત તેમજ ગર્ભપરીક્ષણ કરનારા નરાધમોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગોરખ ધંધો માત્ર છેલ્લા ત્રણ મહિનાથી જ કરતા હોવાનું જણાવ્યું છે.

રાજકોટ શહેર SOG ટિમ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં હરિ ઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરો થેરાપી સેન્ટર ના ઓઠા હેઠળ ચાલતા ગર્ભ પરીક્ષણ ના ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી રોકડ મોબાઇલ તેમજ ગર્ભ પરિક્ષણ કરવાનું મશીન પણ કબજે કર્યું છે. 

પોલીસે હાલ ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા છે જેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે ત્રણેય આરોપીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી દિનેશ ગ્રાહક શોધતો હતો જ્યારે કે અવેશ ડોક્ટર બની ગર્ભપરીક્ષણ કરતો હતો. જો ક્યારેય ગ્રાહક લવ તો ક્યારે દિનેશ ડોક્ટર બની ગર્ભ પરીક્ષણ કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય આરોપીઓ ગર્ભ પરીક્ષણ માટે બાર હજાર રૂપિયા લેતા હતા તો ગર્ભપાતના વીસ હજાર રૂપિયા લઇ ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા કરી આપતા હતા. 

પોલીસના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ આ પ્રકારના ગોરખધંધા થતા હતા તે અમિત હસ્તક હતી. અમિત અવેશ અને દિનેશ દ્વારા જે પણ ગ્રાહક લાવવામાં આવતા હતા તે દીઠ કમિશન ખાતો હતો. ત્યારે રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આરોપીઓ કઈ જગ્યાએ ગર્ભપાત કરાવી આપતા હતા તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.