કતાર/ FIFA વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દેશનું પ્રતિનિધિત્વ કરવા કતાર જશે

વિશ્વના સૌથી મોંઘા FIFA વર્લ્ડ કપનો આરંભ 20 નવેમ્બરે થશે,દુનિયાની સૌથી લોકપ્રિય રમતના મહાસંગ્રમાનું આયોજન આ વખતે કતાર દેશમાં કરવામાં આવ્યો છે.

Top Stories Sports
7 4 2 FIFA વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દેશનું પ્રતિનિધિત્વ કરવા કતાર જશે

વિશ્વના સૌથી મોંઘા FIFA વર્લ્ડ કપનો આરંભ 20 નવેમ્બરે થશે,દુનિયાની સૌથી લોકપ્રિય રમતના મહાસંગ્રમાનું આયોજન આ વખતે કતાર દેશમાં કરવામાં આવ્યો છે. ફૂટબોલના આ મહાકુંભની શરુઆત ઓપનિંગ સેરેમનીથી થશે. ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022ની ઓપનિંગ સેરેમની 20 નવેમ્બરે અલ બાયત સ્ટેડિયમમાં થશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધત્વ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કતાર જશે. તેઓ 20 અને 21 નવેમ્બરે 2 દિવસની કતાર યાત્રા જશે.

કતારમાં બે દિવસ બાદ ફૂટબોલનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. ત્યાં રવિવાર (18 નવેમ્બર)થી 22મો વર્લ્ડ કપ શરૂ થશે. તેના ઉદ્ઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર કરશે. તેઓ 20 અને 21 નવેમ્બરે તેમની બે દિવસીય મુલાકાતે કતાર જશે.લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. પ્રથમ વખત વર્લ્ડ કપ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં રમાશે. અત્યાર સુધી વર્લ્ડ કપ જૂન-જુલાઈમાં યોજાતો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 60,000 પ્રેક્ષકોની ક્ષમતા સાથે અલ બાયત સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની મેચો આઠ મેદાન પર રમાશે. ફાઈનલ મેચ 80,000 દર્શકોની ક્ષમતાવાળા લુસેલ સ્ટેડિયમમાં યોજાશે. મધ્ય પૂર્વમાં આયોજિત થનારો આ પહેલો વર્લ્ડ કપ હશે.

તમામ ટીમોને આઠ જૂથોમાં વહેંચવામાં આવી છે અને લીગ મેચો પછી, દરેક જૂથમાં પ્રથમ બે સ્થાન મેળવનારી ટીમો ટોચના 16 રાઉન્ડમાં પ્રવેશ કરશે, ત્યારબાદ આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર-ફાઇનલ મેચો રમાશે. સેમિફાઇનલ મેચ 14 અને 15 ડિસેમ્બરે રમાશે. સેમિફાઇનલમાં હારનાર બે ટીમો ત્રીજા સ્થાન માટે 17 ડિસેમ્બરે ટકરાશે અને ટુર્નામેન્ટની ફાઇનલ 18 ડિસેમ્બરે રમાશે.