Cricket/ રાહુલ દ્રવિડ ઇન્ડિયા ટીમના હેડ કોચ બનવા તૈયાર,T-20 વર્લ્ડ કપ બાદ સંભાળશે કોચની જવાબદારી

પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે. નોંધનીય છે કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા

Top Stories Sports
coach રાહુલ દ્રવિડ ઇન્ડિયા ટીમના હેડ કોચ બનવા તૈયાર,T-20 વર્લ્ડ કપ બાદ સંભાળશે કોચની જવાબદારી

ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે. નોંધનીય છે કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાની પણ જાહેરાત કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સૂત્રોએ કહ્યું કે દ્રવિડે કોચ બનવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે કહ્યું કે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. વિક્રમ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. તેમના સિવાય અન્ય પોસ્ટ્સનું ધ્યાન રાખવામાં આવશે. રાહુલ દ્રવિડ હંમેશા બીસીસીઆઈની પ્રથમ પસંદગી હતા.

ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ ટેકનિકલ બેટસમેન રહ્યા હતા. અને હાલમાં જ ભારતની ટીમ સાથે શ્રીલંકા પ્રવાસે કોચ તરીકે પોતાની ભૂમિકા કોચ તરીકે નિભાવી હતી. રાહુલ દ્રવિડ  કોચ બનશે તો ભારતીય ટીમને ખુબ ફાયદો થશે.