Not Set/ શ્રમિકોને હેપ્પી જર્ની…!! ‘ અમને ભરપેટ ભોજન અને પાણી બધુ જ મળ્યુ છે..’ : શ્રમિકો

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આજે અંદજે  ૨૧ હજારથી વધુ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ૯૫ હજાર શ્રમિકો અમદાવાદથી વિવિધ ટ્રેન દ્વારા પોતાના ઘર ભણી રવાના થયા છે અથવા પહોંચી ગયા છે.  ગઈ કાલ સુધી ૭૨,૭૫૭ શ્રમિકો અને આજે ૨૧,૮૧૧ મળી કુલ ૯૪,૫૬૮ […]

Ahmedabad Gujarat
7e3ab6e22e11b850429aae34dbf198e4 શ્રમિકોને હેપ્પી જર્ની...!! ‘ અમને ભરપેટ ભોજન અને પાણી બધુ જ મળ્યુ છે..’ : શ્રમિકો
7e3ab6e22e11b850429aae34dbf198e4 શ્રમિકોને હેપ્પી જર્ની...!! ‘ અમને ભરપેટ ભોજન અને પાણી બધુ જ મળ્યુ છે..’ : શ્રમિકો

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આજે અંદજે  ૨૧ હજારથી વધુ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ૯૫ હજાર શ્રમિકો અમદાવાદથી વિવિધ ટ્રેન દ્વારા પોતાના ઘર ભણી રવાના થયા છે અથવા પહોંચી ગયા છે.  ગઈ કાલ સુધી ૭૨,૭૫૭ શ્રમિકો અને આજે ૨૧,૮૧૧ મળી કુલ ૯૪,૫૬૮ શ્રમિકોએ વતનની વાટ પકડી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે કે, લોકડાઉનના પગલે અમદાવાદ જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે. વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોની યાદી એકત્ર કરીને પોતાના ઘરેથી અમદાવાદ લાવવાનું કામ અત્યંત જહેમત્ભર્યું હતું.  જિલ્લામાં પ્રાંત અધિકારીઓની આખી ટીમ કામ લગાડીને સંકલન દ્વારા અમદાવાદના મેમ્કો સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, અને ત્યાંથી જ એક સાથે બધાને રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. 

અમેઠી  જતા શ્રમિક સોમનાથ નાવિક કહે છે કે, “ અમને અહીં આવતા પહેલા ભોજન-નાસ્તો-પાણી બધું જ અપાયું છે…અમારી પાસેથી ટિકીટના પૈસા પણ નથી લીધા…હું સરકારનો આભાર માનુ છું…’ ત્યારે અન્ય એક મહિલા પ્રભાદેવી કહે છે કેઅમે ઘરેથી બસમાં બેઠા ત્યારથી જ પાણી- નાસ્તો બધુ આપવામાં આવ્યું હતું.. સ્ટેશન આવીને પણ બધુ અપાયું છે. ટ્રેનમાં પણ સારી રીતે બેસી ગયા.  હવે બીજુ શું જોઈએ…? ‘ એમ તેઓ ઉમેરે છે….  

 દરરોજ અમદાવાદ થી નિયમિત દોડતી શ્રમિકો માટેની ટ્રેનની રવાનગી સરળ બને અને યાત્રા સુરક્ષિત રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમિકોને રેલ્વે પરિસરમાં બસ દ્વારા લાવવામાં આવે છે.  તેઓને ટ્રેનનો સમય, પ્લેટફોર્મ નંબર અને અગત્યની સૂચનાઓ તેઓ બસમાંથી ઊતરે તે પૂર્વે જ લાઉડ સ્પીકર દ્વારા આપવામાં આવે છે.

રેલવે સ્ટેશન પર દરેક જગ્યાએ નિયમિત અંતરે આર.પી.એફ.ના જવાનો શ્રમિકોના દિશાસૂચન અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોના પાલન માટે તૈનાત રહે છે. શ્રમિકો જ્યારે તેઓના સંલગ્ન પ્લેટફોર્મ પર દાખલ થાય ત્યારે જ તેઓને પેપર-સોપ  આપવામાં આવે છે જેથી તેઓ સંપૂર્ણ યાત્રા દરમિયાન સ્વચ્છતાનું પાલન કરી શકે. યાદી મુજબ શ્રમીકોને ટ્રેનના કોચમાં ક્રમાંકવાર બેસાડવામાં આવે છે. આ દરમિયાન તેઓને પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,   અમદાવાદ રેલ્વે મથકેથી રવાના થતી દરેક ટ્રેનને સેનિટાઇઝ કરવામાં આવે છે. એક ટ્રેનને સેનિટાઇઝ કરતાં લગભગ ૦૨ કલાક લાગે છે. આ પ્રક્રિયામાં ટ્રેનનાં દરેક કોચ, ટોયલેટ અને સીટ-બર્થને ડીસઇન્ફેક્ટ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.