Not Set/ સુરત : મનપાના અધિકારીઓ હવે કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે

સુરત મનપા અધિકારી દ્વારા આજે એક બહુ જ સરસ આદેશ કરવામાં આવ્યો છે. સુરત મનપાના અધિકારીઓ હવે કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન લાભકારી હોય છે. તાંબાના […]

Top Stories Gujarat Surat
જગ સુરત : મનપાના અધિકારીઓ હવે કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે

સુરત મનપા અધિકારી દ્વારા આજે એક બહુ જ સરસ આદેશ કરવામાં આવ્યો છે. સુરત મનપાના અધિકારીઓ હવે કાચના ગ્લાસની જગ્યાએ તાંબાની બોટલમાં પાણી પીશે.

તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અમૃત સમાન લાભકારી હોય છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. આ પાણીમાંથી એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વા કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.

તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં એન્ટીઇન્ફ્લામેટરી ગુણ હોવાથી તે શરીરનો દુ:ખાવો ખેંચાણ અને સોજાની પ્રોબ્લેમ્સને દૂર કરે છે જે આર્થાઇટિસમાં પણ બેસ્ટ છે.

તાંબાના આવા જ બધા ગુણોને ધ્યાને રાખીને,  સુરત મનપા કમિશનરે તાજેતરમાં જ મેળેલી બેઠકમાં અધિકારીઓએ તાંબાની બોટલમાં પાણી આપવા તાકીદ કરી છે. હવે પછી તમામ બેઠકોમાં મનપામાં તાંબાની બોટલમાં પાણી આપવામાં આવશે. અધિકારીઓની ચેમ્બર તેમજ તમામ ઝોન ઓફિસમાં પણ તાંબાની બોટલનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત બ્યુટિફિકેશન કરતા પાયાની સુવિધાઓને અગ્રિમતા આપવા પણ મનપા કમિશનરે અધિકારી-કર્મચારીઓને તાકીદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.