Not Set/ મોરારીબાપુ કોઇની માફી નહીં માગે : મહંત ઇન્દ્રભારતી, સાધુ સમાજ આકરા પાણીએ

નિલકંઠ અને નિલકંઠ વર્ણી, મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિવાદમાં મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.  નિલકંઠ અને નિલકંઠ વર્ણી વિવાદ મામલે સ્વામી નારાયણ સંપ્રદાયની તમામ પાંખો અને તડા એક થઇને મોરારીબાપુ સામે રોષ ઠાલવી રહ્યા છે, ત્યારે આ વિવાદમાં એનક સંતો મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. મોરારીબાપુનાં સમર્થનમાં આવતીકાલે સાધુ સંતો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ […]

Top Stories Gujarat Others
moraribapu મોરારીબાપુ કોઇની માફી નહીં માગે : મહંત ઇન્દ્રભારતી, સાધુ સમાજ આકરા પાણીએ

નિલકંઠ અને નિલકંઠ વર્ણી, મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિવાદમાં મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.  નિલકંઠ અને નિલકંઠ વર્ણી વિવાદ મામલે સ્વામી નારાયણ સંપ્રદાયની તમામ પાંખો અને તડા એક થઇને મોરારીબાપુ સામે રોષ ઠાલવી રહ્યા છે, ત્યારે આ વિવાદમાં એનક સંતો મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. મોરારીબાપુનાં સમર્થનમાં આવતીકાલે સાધુ સંતો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. સંમેલાનની જાહેરાત મહામંડલેશ્વરશ્રી દ્વારા કરવામાં આવી છે. આ વિવાદ મામલે રૂદ્રેશ્વર જાગીર આશ્રમનાં મહંત ઇન્દ્રભારતી બાપુએ કહયુ કે મોરારીબાપુ કંઇ ખોટું બોલ્યા નથી. મોરીરીબાપુ કોઇની માફી નહીં માગે. 

જુનાગઢ ઉપરાંત, પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં સમસ્ત સાધુ સમાજની મિટિંગ મળી હતી. શહેરની રામાવડીમાં સાધુ સમાજ એકઠો થયો હતો. અને મોરારી બાપુ વિરૂધ સ્વામી દ્વારા ટિપ્પણી કરી હતી તે મુદ્દાને લઇને મિટીંગ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન જો સ્વામી પોતાની ટીપ્પણી સબબ માફી નહીં માગે તો સાધુ સમાજ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.

આમ વકરતા વિવાદમા હવે સાધુ સમાજે ઝુકાવતા મામલો વધુ ગંભીર બન્યો છે. જો કે, મોરારી બાપુ આ મામલે પહેલા જ કોઇની લાગણી પોતાનાં વચનથી દુભાઇ હોય તો મિચ્ચ્છામિ દુકડમ કહી ચૂક્યા છે. હાલ સાઘુ સમાજ દ્રારા સ્વામી પોતાના વિધાનો અંગે માફી નહી માગે તો સાધુ સમાજ લડી લેવાનાં મુડમાં હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.