Not Set/ નાના વેપારીઓને સરકારની દિવાળી ભેંટ : લોન લેવા પર વ્યાજમાં મળશે 2% ની છૂટ

કેન્દ્રની મોદી સરકારે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે MSME લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં મળી જશે, નાના વેપારીઓને લોન પર 2 ટકા છૂટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના બેઝનેસમેનો સાથે વાત કરી છે. તમામ કંપનીઓ […]

Top Stories India
dc Cover 652ovhkibhg82kh6on274ihkn1 20180303163645.Medi 2 નાના વેપારીઓને સરકારની દિવાળી ભેંટ : લોન લેવા પર વ્યાજમાં મળશે 2% ની છૂટ

કેન્દ્રની મોદી સરકારે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે MSME લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 59 મિનિટમાં મળી જશે, નાના વેપારીઓને લોન પર 2 ટકા છૂટ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના બેઝનેસમેનો સાથે વાત કરી છે.

GovernmentinitiativesforMSMEs14thMarch 1521025265827 242 e1541167322154 નાના વેપારીઓને સરકારની દિવાળી ભેંટ : લોન લેવા પર વ્યાજમાં મળશે 2% ની છૂટ

તમામ કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે, તે તમામને હવે Trade Receivables e- Discounting System એટલે કે, TReDS Platform પર લાવવા જરૂરી કરી દીધા છે, જેથી MSME’sને કેશ ફ્લોમાં પ્રોબલમ ન આવે. GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.

સરકારી કંપનીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે, તે પોતાની ખરીદી ઓછામાં ઓછું 3 ટકા મહિલા બિઝનેસમેન પાસેથી જ ખરીદે. હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝેઝની ભાગીદારી વધુ વધારવા જઈ રહી છે.