Not Set/ ભાવનગર : ભારતીય અર્થતંત્રને નુકશાનકારક, નકલી ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ

ભારતીય અર્થતંત્રને નુકશાન કરતા નકલી ચલણી નોટોના કાળા કારોબારનો ભાવનગરના મહુવામાં પર્દાફાશ થયો હતો. એસઓજીએ બાતમીના આધારે બોગસ ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં નકલી નોટનું પગેરુ સુરેન્દ્રનગર નીકળ્યું છે. સુરેન્દ્રનગરના ઢોકળવા ગામમાંથી વધુ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.  આરોપીઓની તપાસમાં સમગ્ર રાજ્યમાંથી બોગસ ચલણી […]

Top Stories Gujarat Others
ભાવનગર ભાવનગર : ભારતીય અર્થતંત્રને નુકશાનકારક, નકલી ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ

ભારતીય અર્થતંત્રને નુકશાન કરતા નકલી ચલણી નોટોના કાળા કારોબારનો ભાવનગરના મહુવામાં પર્દાફાશ થયો હતો. એસઓજીએ બાતમીના આધારે બોગસ ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં નકલી નોટનું પગેરુ સુરેન્દ્રનગર નીકળ્યું છે. સુરેન્દ્રનગરના ઢોકળવા ગામમાંથી વધુ 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.  આરોપીઓની તપાસમાં સમગ્ર રાજ્યમાંથી બોગસ ચલણી નોટોનું મોટુ કૌભાંડ બહાર આવે તેવી શકયતા છે.

ભાવનગર જીલ્લા માં જાણે નકલી ચલણી નોટો નો કારોબાર ફાલ્યો ફૂલ્યો હોય તેવું લાગી રહ્યું છે જીલ્લા ના મહુવા ના ખૂટવડા ગામે થી જાલી નોટો નો કાળો કારોબાર સામે આવ્યો હતો. ભાવનગર એસ ઓ જી દ્વારા બાતમી ના આધેરે નકલી નોટો સાથે બે લોકો ની ધરપકડ કરી હતી, જેમાં વધુ તપાસ કરતા તેનો છેડો સુરેન્દ્રનગર સુધી પહોચ્યો હતો, અને સુરેન્દ્રનગર ઢોકળવા ગામે થી વધુ ત્રણ આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. જો કે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ હાથધરે તો ગુજરાત માંથી જાલી નોટો નું બહુ મોટું કોમ્ભાંડ બહાર આવી શકે તેમ છે.

મળતી વિગતો પ્રમાણે, ભાવનગર જીલ્લામાં નકલી નોટો છાપી બજાર માં ફેરવવા નો કાળો કારોબાર કરતા બે શખ્સો ને એસ ઓ જી પોલીસે ગઈ ૬ તારીખે જડપી પાડ્યા હતા, મહુવા ના ખૂટવડા ગામે થી બે આરોપી રાકેશ બાદાભાઈ નાગોથા અને ભગુભાઈ ઉર્ફે ભગત ભરવાડ ની ૨૬ જેટલી બે હાજર ની જાલી નોટો  સાથે ધરપકડ કરવામાં આવી હતી, એસ.ઓ.જી. પોલીસે વધુ તપાસ હાથધરતા પોલીસ ને વધુ એક કડી મળી આવતા, જેમાં વધુ એક આરોપી ચિરાગ ઉર્ફે મુન્નો જેની પાસે થી ૫૪ હાજર ની વધુ નકલી નોટો મળી આવી હતી.

 જેમાં વધુ તપાસ કરતા પોલીસે નકલી નોટો નો છેડો સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા ના ઢોકલવા ગામ સુધી પહોચ્યો હતો, અને ચોટીલા ના ઢોકળવા ગામ માંથી વધારા ના ત્રણ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તમામે આરોપીઓ પાસે નકલી ચલણી રૂપિયા ૬૧ હજાર ની  બે હજાર અને ૨૦૦ ના દર ની નોટો અને કલર પ્રિન્ટર સહિત નો મુદામાલ કબજે કરી વધુતપાસ હાથધરી છે.

ભાવનગર અને સુરેન્દ્રનગર જીલ્લા માં નકલી નોટો ના કારોબાર ને લઇ પોલીસે વધુ તપાસ કરતા ભાવનગર અને સુરેન્દ્રનગર જીલ્લા બાદ અમદાવાદ સુધી આની કડી મળી હતી, જેમાં અમદવાદમાં રહેતા યશકુમાર અલ્પેશભાઈ ઠાકર નામ ના શખ્સ ઘરે સર્ચ કરતા ૪ લાખ ૨૧ હાજર ૫૦૦ ની વધુ નકલી નોટો મળી આવી હતી જેમાં વધુતપાસ કરતા વધુ બે આરોપીઓ જગદીશ ઉર્ફે જગો જે મહુવા ના અખતરીયા ગામ નો રહેવાશી છે.  અને બીપીન જેન્તીભાઈ ચોહાણ રહે મહુવા ના નેસવડ ગામે થી વધુ બે આરોપી ની પોલીસે ધરપકડ કરી છે.

આમ આ પૂરી તપાસ માં કુલ નવ આરોપીઓ ની ૫ લાખ ૨૧ હાજર સહિત ના મુદામાલ સાથે આઠ આરોપીઓ ની  અટક કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોકવાનારી બાબત એ સામે આવેલ છે કે આરોપી તરીકે ઝડપાયેલ  રાકેશ બાધાભાઈ નાગોથા કે જેમણે ડોક્ટર તરીકે હોવા છતાં જાલી નોટો ના કોભાંડ માં મુખ્ય સુત્રધાર તરીકે બહાર આવતા સમગ્ર તબબી ક્ષેત્રે લાંછન રૂપ બનવા પામેલ છે

આજના યુવાનો શોર્ટકટ રસ્તો પસંદ કરતા કેવા વિપરીત પરિણામો આવે છે તેનું ઉતમ ઉદારણ છે કેવી રીતે નકલી નોટો છાપવા નો કાળો કારોબાર આરોપીઓ કરતા હતા તે જોઈએ તો ઈન્ટરનેટ ના માધ્યમ થી યુ ટ્યુબ પર  વિડીઓ જોઈએ ને શીખ્યા હોવા નો પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.

આ તમામ આરોપીઓ જલ્દી થી પૈસા વાળું થવા ની આશા સાથે સમગ્ર જીલ્લા માં નકલી નોટો નો કાળો કારોબાર વધારવા માંગતા હતા કેવી રીતે આ નકલી નોટો ને લોકો સુધી પહોચાડતા હતા તે જોઈએ તો જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારો માં લોકો અભણ હોય તેવા ગ્રામ્ય વિસ્તારો માં આ નકલી નોટો ફેરવી દેતા હતા જો કે હાલ પોલીસે હાલ આ નકલી નોટો ના કાળાકારોબાર ને લઇ નવ જેટલા શખ્સો ધરપકડ કરી ધોરણસર ની કાર્યવાહી હાથધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.