Inflation/ ગુજરાતમાં વિકાસ સાથે મોંઘવારીનું મોડલ ?

ગુજરાતમાં વિકાસ સાથે મોંઘવારીનું મોડલ ?

Gujarat Trending Mantavya Vishesh
womens day 1 ગુજરાતમાં વિકાસ સાથે મોંઘવારીનું મોડલ ?

સ્થાનિક ચૂંટણીમાં ભાજપના મતો વઘ્યા તેમ એક વર્ષમાં જીવન જરી ચીજોના ભાવો પણ વઘ્યા ? ભાજપ માટે અચ્છે દિન પણ પ્રજા માટે બુરાદિન શું ન કહેવાય ?

જાન્યુઆરી ર0ર0થી ગુજરાતમાં પ્રવેશેલ કોરોના હજી ગયો નથી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પુર્ણ થઇ પરિણામો આવવાના હતા તે આવી ગયા પરંતુ કોરોના હજી ગયો નથી તા. રપ ફેબ્રુથી 3જી માર્ચ સુધીમાં કોરોનાના રોજિંદા કેસો બમણા થયા છે. પાંચસોના આંકને ગમે ત્યારે આંબી શકે છે. જે રીતે વેકસીનનું મહાઅભિયાન ચાલુ છે ત્યારે  જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેના પરથી એક જ તારણ મુકી શકાય કે હવે ઘણીવાર સરકાર કહે છે તે પ્રમાણે કોરોના સાથે જીવવાની ટેવ લોકોએ પાડવી પડશે. હવે જયારથી કોરોના કાળ શરુ થયો ત્યાર પછી જીવન જરી ચીજોના ભાવવધારાનો દોર પણ ચાલું હતો. આજે પણ ચાલું છે ગત માર્ચ માસના પ્રારંભમાં 76 થી 78 રૂ. ના ભાવમાં મળતું પેટ્રોલ ડિઝલ આજે 90ની સપાટીએ આંબી ગયું છે. કેટલાક સ્થળે તો આ ભાવ રૂ. 100 પણ થઇ ગયા છે. ગુજરાતમાં સીંગતેલ 16ર રૂપિયા કિલોના ઓછા ભાવથી મળતું નથી. અમુક સ્થળે તો રીફાઇન્ડ સિંગતેલ જ ડબ્બા રપપ0 કરતા વધુ ભાવે મળે છે. દાળ અને કઠોળ તો રૂ. 100ની સપાટીને અમુક સ્થળે આંબી ગયા છે. તો અમુક સ્થળે આ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. ગેસ સિલિન્ડર ભાવ માત્ર ત્રણ માસના ટુંકાગાળામાં રૂ.  રરપ વઘ્યા છે. એક વર્ષમાં 3પ0ના ભાવ વધારો થયો છે. ભૂતકાળમાં 4પ0માં મળતું ગેસ સિલિન્ડર અત્યારે 830માં મળે છે. જયારે ઘઉંની સિઝન શરુ થઇ છે. ત્યારે ઘઉંના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. બાજરો તો મોંઘો છે જ. શાકભાજીના ભાવ અત્યારે થોડા ઘટ્યા છે. ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળી મોંઘા દાટ ભાવે જ મળે છે.

himmat thhakar ગુજરાતમાં વિકાસ સાથે મોંઘવારીનું મોડલ ?

સાબુ સહિતની તમામ જીવન જરૂરી ચીજોના ભાવ વધારે છે. ઘણા એકલવાયા લોકો એવા હશે જેને બહાર જમીને જીવવું પડે છે. મોટાભાગની લોજ અને ડાઇનીંગ હોલમાં થાળીના ભાવ રૂ. 100ની સપાટીએ પહોંચી ગયા છે. એક શાક અને દાળ ભાત રોટલી વાળુ ટીફીન પણ રૂ. 70થી સસ્તુ મળતું નથી. બજારમાં કોકજ હોટલ એવી હશે. કે જયાં ચાનો અડધો કપ પાંચ રૂપિયાના ભાવે મળતો હોય બાકી અડધી ચાના ભાવ રૂ,. 6 થી 10 સુધીના હોય છે. આખી ચાના ભાવ 1ર થી રપ સુધીના હોય છે. હાઇવે પર આવેલી હોટલ પર તો ચાના ભાવ આના કરતાં પણ વધારે હોય છે. તમામ પ્રકારનું ફરસાણ અપવાદ બાદ કરતાં રૂ. 225 ને વટાવી ગયું છે. શુઘ્ધ ઘી 480 થી પ10 સુધીના ભાવે કિલો વેચાય છે. ખાંડની ભાવ કિલોના 40થી ઓછા તો કોઇ જગ્યાએ છે જ નહિ જયારે સારી જાતની ચા પણ રૂ. 450ના કિલોથી ઓછા ભાવે મળતી નથી. ચાનો મસાલો અને તેમાં વપરાતી ચીજો મોંઘી છે. મીઠુથી શરૂ કરી કોઇપણ જીવન જરૂરી ચીજોના ભાવ જાણવા બેસો ત્યારે તેમને એ વાતનું સત્ય સમજાય કે કઇ ચીજો સસ્તી થઇ તે બાબત  દીવો લઇને શોધવા નિકળવી પડે હો.

Train tickets to become costly from 01 January as Indian Railways hike base  price

દસેક દિવસ પહેલા રેલ મુસાફરી પણ મોંઘી બની લોકલ ટ્રેનોમાં જ ભાડા લગભગ બમણા થઇ ગયા પેટ્રોલ ડિઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે ત્યારે એસ.ટી.ની મુસાફરી પણ મોંઘી બને તેવી પુરેપુરી શક્યતા છે ભય છે. આ વાત ભુલી શકાય તેવી નથી ટુંકમાં મોંઘવારીના વિષચક્ર હેઠળ માનવી પીંસાઇ રહ્યો છે. તેનો કકળાટ કરે છે પણ સામાન્ય માનવીનો અવાજ સાંભળનાર અત્યારે કોઇ નથી. શાસક પક્ષ જાણે એવું માની બેઠો છે. મોંઘવારી છતાં લોકોએ ઢગલાંબંધ મત આપ્યા છે. તેનો અર્થ એવો કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસને પરાજય પચાવવાની આદત પડી ગઇ છે. તેનું લોકોને મોંઘવારી સહન કરવાની અદાત પડી ગઇ છે. જો કે કોંગ્રેસ અને લોકોની સરખામણી ન થઇ શકે. મોંઘવારીની વાત જન જન સુધી સાચી રીતે પહોંચાડવામાં નિષ્ફળ ગઇ તેના કારણે તો લોકોએ ભાજપને ઇચ્છા ન હોવા છતાં પણ મત આપ્યા છે.

ફુગાવો એટલે શું? – ચાલો મેળવીએ ફુગાવા અંગેની સરળ સમજણ

એક વિશ્ર્લેષક કહે છે કે વિરોધ  કરનારા પક્ષને કુતરા બીલાડા ગણનારા આગેવાનો ગુજરાતની સ્થાનિક ચૂંટણીના લોક ચુકાદાને વિકાસનો ચુકાદો ગણાવે છે. પરંતુ આમા વિકાસ મોંઘવારીનો અને મોંઘવારી – ભાવવધારો જેને નતડો નથી તેવા લોકોનો જ થયો તે વાત નોંઘવી જ પડે. એક અહેવાલ કહે છે કે સરકાર કદાચ પેટ્રોલ-ડીઝલ પરની એકસાઇડ ડયુટી ઘટાડી શકે છે. રીઝર્વ બેંકના ગવર્નર શંક્તિકાંત દાસ પણ ફુગાવાને અંકુશમાં લેવા પેટ્રોલ ડિઝલ પરની ડયુટી 8 રપિયા ઘટાડવા સુચન કર્યુ છે. જો કે અત્યાર સુધીમાં અને તેમાંય ખાસ કરીને એક વર્ષના ગાળામાં માત્ર પેટ્રોલ અને ડિઝલની એકસાઇઝ ડયુટી દ્વારા અબજો રૂપિયા કમાઇ લીધા છે. જયારે આપણી ગુજરાત સરકારે પણ વેટના માઘ્યમથી કોરોડો રૂપિયા કમાઇ લીધા છે. બજેટમાં વેરા નથી. નાખ્યા તેનું ગૌરવ  લેનારા એ વાત કેમ ભુલી ગયા કે સરકારે કોરોના કાળમાં 1 લિટર પેટ્રોલ અને 1 લિટર ડિઝલ પર વેટ વધારો કરી સરકારે પોતાનો કોરોના પાછળ થયેલો ખર્ચ કાઢી લીધો છે. તેમ નિષ્ણાંતો કહે છે.

Modi 2.0 first anniversary: BJP to hold 750 virtual rallies, conferences;  distribute masks, sanitizers | India News | Zee News

ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા દરમિયાન કેટલાક નિષ્ણાંતોએ એવી ટકોર કરી કે મોંઘવારી ભાવ વધારા સામે લોકોમાં આક્રોશ છે. રોષ છે સરકારની ટીકા પણ કરે છે છતાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની બલ્લે બલ્લે તેનો અર્થ પ્રજાએ મોંઘવારી સ્વીકારી લીધી છે. તેવો હરગીઝ થઇ શકે નહિ. ચૂંટણીનું પરિણામએ મોંઘવારીને લોકોએ સ્વીકારી લીધી છે. તેવી વાતો માત્ર લોકશાહી વિરોધી અને લોક વિરોધી પરીબળો જ કરી શકે પરાજયની પરંપરાથી હતાશામાં ધકેલાઇ ગયેલ વિપક્ષે ખરી રીતે હવે મેદાનમાં આવવાની જરૂરત છે. લોકોને એ સમજાવવાની જરૂરત  છે કે બે નંબરી આવક ધરાવનારા રાજકારણીઓ અને તેના ચમચાઓને જ મોંઘવારી નડતી નથી. બાકી બધાને મોંઘવારી નડે જ છે. જો કે સોશિયલ મિડિયા એવી ટકોર કરે છે કે જેમ વિકાસ મોડલ ગુજરાતનું છે તે રીતે હવે ગુજરાતનું મોંઘવારી મોડલ દેશ વ્યાપી તો નહિ બને ને ? આવો પ્રશ્ર્ન સૌને સતાવે છે.

@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર