Not Set/ “સબકા સાથ સબકા વિકાસ” ? ૯ અમીર વ્યક્તિઓ પાસે જ છે દેશના ૫૦ ટકા લોકોથી વધુ સંપત્તિ

નવી દિલ્હી, આપને સંભાળતા આવ્યા છે કે, “દેશમાં અમીર લોકો વધુ ધનવાન બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ“. ત્યારે હવે સામે આવેલા એક રિપોર્ટમાં આ વાત વધુ એક પુરવાર થઇ રહી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ભારતના હાલના કરોડપતિઓની કુલ સંપત્તિમાં પ્રતિ દિવસ ૨૨૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને […]

Top Stories Trending Business
namo 1537263663 618x347 1 "સબકા સાથ સબકા વિકાસ" ? ૯ અમીર વ્યક્તિઓ પાસે જ છે દેશના ૫૦ ટકા લોકોથી વધુ સંપત્તિ

નવી દિલ્હી,

આપને સંભાળતા આવ્યા છે કે, “દેશમાં અમીર લોકો વધુ ધનવાન બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ“. ત્યારે હવે સામે આવેલા એક રિપોર્ટમાં આ વાત વધુ એક પુરવાર થઇ રહી છે.

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ભારતના હાલના કરોડપતિઓની કુલ સંપત્તિમાં પ્રતિ દિવસ ૨૨૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને દેશના માત્ર ૯ અમીરો પાસે જ કુલ વસ્તીના ૫૦ ટકા જેટલા લોકોથી વધુ સંપત્તિ છે.

indian 2000 rs currency note picture id623301456?k=6&m=623301456&s=612x612&w=0&h=g3nOfjs "સબકા સાથ સબકા વિકાસ" ? ૯ અમીર વ્યક્તિઓ પાસે જ છે દેશના ૫૦ ટકા લોકોથી વધુ સંપત્તિ
business-oxfam-report-india-billionaires-wealth-a-day-2018-9 person is about country 50 percent people

બીજી બાજુ દેશની કુલ વસ્તીના ૧ ટકા લોકોની સંપત્તિમાં ગયા વર્ષે ૩૯ ટકાના અનુસાર વધારો થયો છે.

આ રિપોર્ટ oxfam દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતના ૫૦ ટકા જેટલી વસ્તીનો ગ્રોથ ગત વર્ષે ખુબ ધીમી ગતિથી આગળ વધ્યો છે જેની ટકાવારી માત્ર ૩ છે. જયારે દુનિયાના કરોડપતિઓની સંપત્તિમાં ૧૨ ટકાથી વધારો થયો છે.

1504702675 D3GZf6 income inequality shutterstock 470 "સબકા સાથ સબકા વિકાસ" ? ૯ અમીર વ્યક્તિઓ પાસે જ છે દેશના ૫૦ ટકા લોકોથી વધુ સંપત્તિ
business-oxfam-report-india-billionaires-wealth-a-day-2018-9 person is about country 50 percent people

આ રિપોર્ટ મુજબ, ભારતમાં હાલમાં ૧૩.૬ કરોડ લોકો એટલે કે દેશની કુલ વસ્તીના ૧૦ ટકા લોકો ગરીબ છે અને તેઓ દેવાદાર છે.

જોવામાં આવે તો, ભારતના માત્ર ૧૦ લોકો પાસે જ દેશની કુલ ૭૭.૪ ટકા સંપત્તિ છે અને એમાં પણ ૧ % લોકો પાસે કુલ ૫૧.૫૩ ટકા સંપત્તિ છે.