Not Set/ તો કોંગ્રેસની ટિકિટ પર ભોપાલથી ચુંટણી લડશે કરીના કપૂર ખાન?

ભોપાલ, તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળી સફળતા પછી પક્ષના નેતાઓએ મધ્ય પ્રદેશમાં નવી માંગ મૂકી છે. તેઓ કહે છે કે પાર્ટીની ટિકિટ પર કરીના કપૂરને ભોપાલથી લોકસભાની ચૂંટણી લડવાની તક આપવી જોઈએ. અહેવાલો મુજબ, કોંગ્રેસના નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાને આ માંગ મૂકી છે. તેઓનું કહેવું છે કે આમ કરવાથી શહેરથી બીજેપીની સીટ […]

India Entertainment
jh 2 તો કોંગ્રેસની ટિકિટ પર ભોપાલથી ચુંટણી લડશે કરીના કપૂર ખાન?

ભોપાલ,

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળી સફળતા પછી પક્ષના નેતાઓએ મધ્ય પ્રદેશમાં નવી માંગ મૂકી છે. તેઓ કહે છે કે પાર્ટીની ટિકિટ પર કરીના કપૂરને ભોપાલથી લોકસભાની ચૂંટણી લડવાની તક આપવી જોઈએ.

અહેવાલો મુજબ, કોંગ્રેસના નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાને આ માંગ મૂકી છે. તેઓનું કહેવું છે કે આમ કરવાથી શહેરથી બીજેપીની સીટ બેઠક પ્રાપ્ત કરી શકાય છે કારણ કે ત્યાં બીજેપીની મજબૂત સ્થિતી છે. જણાવી દઈએ કે, લાંબા સમયથી ભોપાલની જનતા બીજેપી ના કેન્ડિડેટને જ અહીં પસંદ કરી રહી છે.

ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનું કહેવું છે કે, કારણ કે યુવાનો વચ્ચે કરીના કપૂરની સારી એવી ફેન ફોલોઈંગ છે, આવા તેઓ કરીનાને વોટ કરશે.

અહેવાલો માનવામાં આવે તો તેઓનું એવું પણ કહેવું છે કે મંસૂર અલી ખાન પટૌદીની પુત્રવધૂ હોવાથી કરીના ફેવરમાં કામ કરશે. સૈફ અલી ખાનનાં પિતા મંસૂર અલી ખાનનો જન્મ ભોપાલમાં થયો હતો. તેમના બાબા ભોપાલના નવાબ હતા.

પટૌદી પરિવારનું આ શહેરથી ખાસ લગાવ છે. કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન ઘણીવાર ભોપાલ આવી ચુક્યા છે.

કોંગ્રેસના બંને નેતાઓ માને છે કે જો કરીના પાર્ટીની ટિકિટ પર ચૂંટણી ક્ષેત્ર પર ઉતરશે, તો આ બધી બાબતો કૉંગ્રેસ માટે મતમાં ફેરવાઇ જશે. ચૌહાણ અને ખાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને મળીને આ વિશે ચર્ચા કરશે.