Not Set/ ચૂંટણીની તારીખો પર સંગ્રામ શરૂ, રમજાનમાં મતદાન પર શરૂ થઈ નિવેદનબાજી

2019ના મહાભારતનું એલાન થતા જ ચૂંટણીની તારીખો પર સંગ્રામ શરૂ થઈ ગયું છે. કેટલાક વિપક્ષી દળોએ જ્યાં કેન્દ્ર સરકારના પ્રભાવનો આરોપ લગાવતા ચૂંટણીની જાહેરાતના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ પવિત્ર રમઝાન દરમિયાન વોટિંગ પર પણ રાજકિય નિવેદનો શરૂ થઈ ગયા છે. તેનું મોટુ કારણ એ છે કે કુલ 543 પૈકી 169 લોકસભા […]

Top Stories India
mantavya 220 ચૂંટણીની તારીખો પર સંગ્રામ શરૂ, રમજાનમાં મતદાન પર શરૂ થઈ નિવેદનબાજી

2019ના મહાભારતનું એલાન થતા જ ચૂંટણીની તારીખો પર સંગ્રામ શરૂ થઈ ગયું છે. કેટલાક વિપક્ષી દળોએ જ્યાં કેન્દ્ર સરકારના પ્રભાવનો આરોપ લગાવતા ચૂંટણીની જાહેરાતના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

તો બીજી તરફ પવિત્ર રમઝાન દરમિયાન વોટિંગ પર પણ રાજકિય નિવેદનો શરૂ થઈ ગયા છે. તેનું મોટુ કારણ એ છે કે કુલ 543 પૈકી 169 લોકસભા બેઠકો પર રમજાન દરમિયાન વોટિંગ થનાર છે.

ખાસ કરીને યૂપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીની વધુ પડતી બેઠકો પર છેલ્લા ત્રણ ચરણોમાં જ મતદાન યોજાનાર છે. 10 માર્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ જણાવ્યુ કે આ વખતે સાત ચરણોમાં લોકસભા ચૂટણી કરાવવામાં આવશે.

ઇસ્લામિક સ્કોલર અને લખનૌ ઇદગાહના ઇમામ અને શહેરીકાજી મૌલાના ખલીદ રશીદ ફરંગી મહેલી, 6મી મેથી 19મી મે દરમિયાન થનાર લોકસભાની ચૂંટણીને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે 5 મે થી મુસ્લિમોના સૌથી પવિત્ર મહિનાનો રમજાનો ચાંદ દેખાશે. જો ચાંદ દેખાશે તો 6 મે થી રોઝા શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, રોઝા દરમિયાન દેશમાં 6 મે, 12 મે અને 19 મે પર મતદાન થશે, જેનાથી દેશના કરોડો રોઝદારોને મુશ્કેલી થશે.

ચૂંટણીની ઘોષણા કરતી વખતે સીઈસી સુનીલ અરરોડાએ કહ્યું હતું કે તહેવારોનું ધ્યાન રાખીને તારીખ નક્કી કરવામાં આવે છે.

11 એપ્રીલે પહેલા ચરણના વોટિંગ બાદ 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ બાકી ચરણોમાં વોટિંગ થશે.