Article 371/ લદ્દાખમાં 371 આર્ટિકલ લાગુ કરવાની અમિત શાહની તૈયારી

4 માર્ચે લદ્દાખના બે પ્રમુખ સંગઠ્ઠન લેહ એપેક્સ બોડી એટલે કે એબીએલ અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ) સાથે ગૃહ મંત્રાલયની મીટિંગ થઈ હતી. એક અખબારી અહેવાલ મુજબ આ મિટીંગમાં ગૃહમંત્રી અમિત શાહે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 08T124213.004 લદ્દાખમાં 371 આર્ટિકલ લાગુ કરવાની અમિત શાહની તૈયારી

@Nikunj Patel

New Delhi News: લેહમાં 3 ફેબ્રુઆરીથી લોકો લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ પ્રદર્શનકારીઓની કેન્દ્ર સરકાર સાથે ચોથી બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણીનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે લોકોએ પ્રદર્શન તેજ કરી દીધું છે.

4 માર્ચે લદ્દાખના બે પ્રમુખ સંગઠ્ઠન લેહ એપેક્સ બોડી એટલે કે એબીએલ અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ) સાથે ગૃહ મંત્રાલયની મીટિંગ થઈ હતી. એક અખબારી અહેવાલ મુજબ આ મિટીંગમાં ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ-371 જેવો કાયદો લદ્દાખમાં લાગુ કરવાની વાત કરી હતી. જેનાથી અહીંના લોકોની જમીન, નોકરી અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકાય.

The Constitution Isn't a Colonial Imposition – It Emerged From a Great Mass  Movement

ઓગસ્ટ 2019માં જમ્મુ કાશમીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370 ના કેટલાક હિસ્સાને ખતમ કરી દેવાયા હતા. ત્યારબાદ કાયદો બદલીને આ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્ર  શાષિત પ્રદેશોમાં વહેંચી નાંખ્યા હતા.

જમ્મુ કાશ્મીરને વિધાનસભાવાળો કેન્દ્ર શાષિત પ્રદેશ બનાવાયો હતો. ભારતના સંવિધાનમાં કુલ 22 ભાગ છે. તેના 21માં ભાગમાં આર્ટિકલ 371 છે. આ આર્ટિકલ 371 થી જોડાયેલા પ્રાવધાનોના માધ્યમથી મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ગોવા, મણીપુર અને કર્ણાટકને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળેલો છે. જેનાથી આ 12 રાજ્યોને અન્ય રાજ્યોથી કંઈક અલગ અને ખાસ અધિકાર મળી જાય છે.

જેમકે આ રાજ્યોમાં રહેતા ધાર્મિક અને સામાજીક સમૂહોની પ્રથાઓ અને બાકીના મામલાઓમાં રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરતી નથી. આ સમૂહ પોતાના મામલાઓમાં કોઈ પણ મહત્વના નિર્ણય લઈ શકે છે. શરૂઆતમાં આ કાયદો ફક્ત મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં લાગુ કરાયો હતો. પરંતુ નવા રાજ્યો બનતાની સાથે આર્ટિકલ 371-એ થી 371-જે સુધી નવા પ્રાવધાન જોડવામાં આવ્યા છે.

What is 6th Schedule of Indian Constitution? Tribal Affairs Ministry  Proposes Tribal Status to Ladakh

ઉદાહરણ તરીકે આર્ટિકલ 371-એ અંતર્ગત સંસદ નાગાલેંડની સામાજીક-ધાર્મિક પ્રથાઓ અને રાજ્યની વિધાનસભાની સંમત્તિ વિના જમીન અને સ્વામિત્વથી સંકળાયેલા કાનૂન બનાવી શકતી નથી. એજ પ્રકારે આર્ટિકલ 371-જીમાં મિઝોરમ માટે વિશેષ પ્રાવધાન છે. આર્ટિકલ 371-બી અને 371-સી અસામ અને મણીપુરની વિધાનસભાઓમાં વિશેષ સમિતિઓ બનાવવાની મંજૂરી આપે છે. આ સમિતિઓમાં આદિવાસી ક્ષેત્રો અને પહાડી ક્ષેત્રોમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય સામેલ થઈ શકે છે.

નાગાલેંડ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને ગોવાના રાજ્ય બનવાની સાથે તરત જ નવી જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. જો સરકાર લદ્દાખમાં આ કાયદો લાગુ કરે તો આવું પહેલીવાર બનશે, જ્યારે કોઈ કેન્દ્ર શાષિત પ્રદેશમાં આર્ટિકલ 371 લાગુ થશે.

In pics: Ladakhis demand statehood, inclusion in Constitution's Sixth  Schedule

સુપ્રિમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છે કે આર્ટિકલ 371 અંતર્ગત ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરને સામેલ કરવામાં આવ્યું હતું. 2019માં સંસદમાં આ જોગવાઈ રદ્દ કરી દેવાઈ હતી. ડિસેમ્બર 2023માં સુપ્રિમ કોર્ટે આર્ટિકલ 370ને રદ્દ કરવાના સંદર્ભે કહ્યું હતું કે આ જોગવાઈ સંવિધાનના અસ્થાયી અને સંક્રમણ કાલીન અધ્યાય-21 નો ભાગ હતો. આ જ પ્રકારે આર્ટિકલ 371 પણ સંવિધાનના 21 માં અધ્યાયનો ભાગ છે, જેમાં અસ્થાયી જોગવાઈ કરવામાં આવી છે.

અનુચ્છેદ-371 મુજબ લદ્દાખ માટે વિશેષ વ્યવસ્થા બનાવવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડે તેમ છે. પરંતુ તેના બાદ બીજા રાજ્યોમાંથી પણ આવી માંગણીઓ માટે દબાણ વધતા સંઘીય વ્યવસ્થામાં નવી મુશ્કેલીઓ વધી શકે છે.

એવી પણ ચર્ચા છે કે કેન્દ્ર સરકાર લદ્દાખમાં આર્ટિકલ 371ને બદલે સંવિધાનની છઠ્ઠી અનુસુચિ લાગુ પાડી શકે છે. આ અનુસુચિ લાગુ કરીને આર્ટિકલ 244ના માધ્યમથી કોઈ રાજ્યની અંદર કોઈ ક્ષેત્રને વિશેષ અધિકાર આપવામાં આવે છે. જેને કારણે ત્યાં રહેતી વિશેષ જનજાતિઓ અને સમૂહો પોતાની ઓળખાણ સુરક્ષિત કરી શકે.

નોર્થ ઈસ્ટના ચાર રાજ્યો (આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ) માં સંવિધાનની છ્ઠી અનુસુચિ લાગુ છે. તેને કારણે એહીં સ્વાયત્ત જીલ્લા પરિષદ અથવા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (એડીસી) બનાવવામાં આવી છે.

આર્ટિકલ 244(2) અને અને 275(1)ના માધ્યમથી આ ઓટોનોમસ બોડીઝને પોતાના વિસ્તારમાં સંસ્કૃતિ, રીત-રિવાજ, વન પ્રબંધન, ખેતી, ગામ અને કસ્બાઓમાં પ્રશાસન, વારસો, વિવાહ અને છુટાછેડા જેવા વિષયો પર કાયદો બનાવવાની છૂટ આપવામાં આવી છે. સાથે જ તેમને લેન્ડ રેવન્યુ અને કેટલાક અન્ય ટેક્સ એકઠા કરવાનો પણ અધિકાર છે. તેની પાછળનો તર્ક એ આપવામાં આવ્યો છે કે જમીન સાથે આદિવાસી સમુદાયનો સંબંધ તેમની ઓળખનો આધાર છે.

આર્ટિકલ 371 અસ્થાયી જોગવાઈ છે, જ્યારે છઠ્ઠી અનુસૂચિની જોગવાઈ સ્થાયી છે. વિરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ આર્ટિકલ 371 અંતર્ગત સામાજિક, સાંસ્કૃતિક વ્યવસ્થાના સંરક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે. બીજી અને છઠ્ઠી અનુસુચિમાં કેટલાક ખાસ ક્ષેત્રને મિની રાજ્યનો દરજ્જો અને અધિકાર મળી જાય છે. તેનાથી તેમને કાયદો બનાવવા, ટેક્સ વસુલવા, ન્યાયાલય અને વિકાસના કામો કરવા માટેના અધિકાર મળી જાય છે.

લદ્દાખમાં આર્ટિકલ-371 કે સંવિધાનની છઠ્ઠી અનુસુચિ લાગુ થઈ શકે છે? હા તેની સંભાવના છે. ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના નિવેદનમાં તેની સંભાવના વ્યક્ત કરી છે. વકીલ વિરાગ ગુપ્તાનું કહેવું છે કે ઓગસ્ટ 2019 માં સંસદમાં કાયદો બનાવીને જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ને ખતમ કરવા સાથે જ લદ્દાખને કેન્દ્ર શાષિત પ્રદેશનો દરજ્જો અપાયો હતો.

જોકે લદ્દાખ માટે દિલ્હી અને પોંડીચેરી મુજબ વિધાનસભામાં આ જોદવાઈ કરાઈ નથી. જેને પગલે ત્યાં બે પ્રકારની મુખ્ય માંગણી છે. પહેલું, જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર અને સ્થાનિક પ્રશાસન, જેની પાસે અનેક અધિકાર હોય. બીજું, લદ્દાખની સંસ્કૃતિની રક્ષા સાથે ત્યાંના લોકોને સરકારી નોકરીમાં અનામત. આર્ટિકલ 371ના દાયરામાં લદ્દાખને લાવવા માટે સંશોધનની કરવાની જરૂર પડી શકે છે. જ્યારે છ્ઠ્ઠી અનુસુચિના દાયરામાં લાવવા માટે લદ્દાખ કેન્દ્ર શાષિત પ્રદેશના કાયદામાં સંસદ તરફથી બદલાવ લાવવાની જરૂર પડશે. છઠ્ઠી અનુસુચિ લાગુ પડતા લદ્દાખમાં સ્થાનિક સ્તરે સ્વાયત્ત જીલ્લા પરિષદની સ્થાપના થઈ શકશે. આ પરિષદમાં ચૂંટાયેલા સભ્યોને જનજાતિય ક્ષેત્રોમાં પ્રશાસન એટલે કે શાસન કરવાનો અધિકાર હશે.

લદ્દાખને લઈને લોકસભાની ચૂંટણી પહેલા સરકાર આવો નિર્ણય લઈ શકશે છે કે કેમ તે અંગે રાજકીય નિષ્ણાત અમિતાભ તિવારીનું કહેવું છે કે તેની પૂરી સંભાવના છે. બીજેપી તરફ ગુસ્સો ફક્ત કાશ્મીર જ નહી, પરંતુ લદ્દાખ અને જમ્મુમાં પણ છે. અહીંના લોકોને ડર છે કે બહારના લોકોના આગમનથી તેમની નોકરી, જમીન અને સંસ્કૃતિ જોખમમાં આવી જશે. જો બીજેપી લોકસભાની ચૂંટણી પહેલા આવી કાયદાકીય જોગવાઈ લાવે તો તેનાથી તેને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે.

જો લદ્દાખમાં લોકસભાની બે સીટ બનાવવાની વાત હોય તો 2016 પહેલા તે થોડું મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે લોકસભા ક્ષેત્રનું પરિસીમન 2016 થી જ થશે. તેના પહેલા અહીં એક લોકસભા સીટ ઉપર જ ચૂંટણી થશે. હાલની સ્થિતિમાં અહીં વિધાનસભાની ચૂંટણી થવાની નથી. અહીં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે ફક્ત કાયદામાં ફેરફાર નહીં કરવો પડે, પરંતુ નવી રીતે વિધાનસભા ક્ષેત્રોમાં પરિસીમનની પણ જરૂર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Unhygienic Food/ નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ

આ પણ વાંચો:ફરી ગાંધીનગરથી ચૂંટણી લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શું તેઓ આ વખતે તોડશે પાછલો રેકોર્ડ?

આ પણ વાંચો:કૌભાંડ, વધુ એક કોન્સ્ટેબલની પરીક્ષામાં સામે આવી ગેરરીતિ, જાણો શું છે આ મામલો