Not Set/ ઈંન્ડિયન ઓઇલ માત્ર આ કરવા પર 12 લાખની કાર જીતવાની તક આપી રહી છે, જાણો

આજે દુનિયાભરનાં લોકોને ક્રિકેટ ફિવર થયો છે. ક્રિકેટની દિવાનગી એટલી વધી ગઇ છે કે તેલ કંપની ઈંડિયન ઓઇલ કોર્પોરેશને ગ્રાહકોને એક કાર જીતવાની તક આપી છે. જેમા તમારે તમારી મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવી પડશે. ત્યાર બાદ આપ કારને જીતી શકો છો. જો કે આ ઓફર 1 જૂન 2019થી શરૂ થઇ ગઇ છે. જે 14 જુલાઇ […]

Top Stories Business
indian oil cricket carnival 1559530403 ઈંન્ડિયન ઓઇલ માત્ર આ કરવા પર 12 લાખની કાર જીતવાની તક આપી રહી છે, જાણો

આજે દુનિયાભરનાં લોકોને ક્રિકેટ ફિવર થયો છે. ક્રિકેટની દિવાનગી એટલી વધી ગઇ છે કે તેલ કંપની ઈંડિયન ઓઇલ કોર્પોરેશને ગ્રાહકોને એક કાર જીતવાની તક આપી છે. જેમા તમારે તમારી મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવી પડશે. ત્યાર બાદ આપ કારને જીતી શકો છો. જો કે આ ઓફર 1 જૂન 2019થી શરૂ થઇ ગઇ છે. જે 14 જુલાઇ 2019 સુધી રાત્રીનાં 12 વાગ્યા સુધી રહેશે.

ઓફર શું છે?

આપણા દેશમાં ક્રિકેટને પસંદ કરતા લોકો કરોડોની સંખ્યામાં છે. ત્યારે ઈંડિયન ઓઇલે ક્રિકેટ કાર્નિવલ 2019 શરૂ કર્યુ છે. આ ઓફર મુજબ ગ્રાહકોને ઈંડિયન ઓઇલનાં પેટ્રોલ પંપ પર કાર અથવા બાઈકમાં ઓઇલ ભરાવવાનું રહેશે. આ ઓફર મુજબ ગ્રાહકોને ઈંડિયન ઓઇલનાં પેટ્રોલ પંપ પર પોતાની કારમાં 1 હજાર રૂપિયા અને બાઈકમાં 300 રૂપિયાનું તેલ ભરાવવાનું રહેશે. આનાથી ઓછી કિંમતનું પેટ્રોલ ભરાવવા પર તમે આ ઓફરનો ફાયદો નહી ઉઠાવી શકો. પેટ્રોલ ભરાવ્યા બાદ ગ્રાહકોને એક નંબર પર એસએમએસ કરવાનો રહેશે. આ નંબર 7710540400 છે.

મેસેજ ન મોકલી શક્યા તો નહી મળે ઈનામ

pic ઈંન્ડિયન ઓઇલ માત્ર આ કરવા પર 12 લાખની કાર જીતવાની તક આપી રહી છે, જાણો

ઈંડિયન ઓઇલની ઓફરમાં ભાગ લેવા મુજબ આપને આપનાં મોબાઇલમાં મેસેજ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ‘Dealer Code Bill Number Bill Amount’ અને તેને 7710540400 પર મોકલવાનું રહેશે. અહી ડીલર કોડ 6 ડિઝિટનું ઈંડિયન ઓઇલ પેટ્રોલ પંપનો યૂનિક કોડ છે અને આ બિલ નંબર પર લખેલુ હોય છે. જ્યારે બિલ પર ડીલર કોડ ન લખવામાં આવેલુ હોય ત્યારે ગ્રાહક અટેંડેંટની મદદ લેતા હોય છે.

કુલ પાંચ ઈનામ આપવામા આવશે

સૌથી પહેલુ ઈનામ આગળ કહ્યા મુજબ 12 લાખ રૂપિયાની પ્રીમિયમ સેડાન કાર અથવા એસયુવી હશે. બીજુ ઈનામ 5 લાખની કિંમતની કાર આપવામાં આવશે. ત્રીજા ઈનામમાં મોટર સાઈકલ અપાશે. ચોથા ઈનામમાં સ્માર્ટફોન તો પાંચમાં ઈનામમાં ઓટોગ્રાફ્ટ ક્રિકેટ બેટ્સ મળશે.