ICC T-20 WORLD CUP/ ઇંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું,બટલરની શાનદાર સદી

જોસ બટલરની પ્રથમ સદીની મદદથી ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવી ટી20 વર્લ્ડ કપ-2021ની સેમિફાઈનલ (ગ્રુપ-1)માં પહોંચનારી પ્રથમ ટીમ બની.

Top Stories Sports
cricket ઇંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું,બટલરની શાનદાર સદી

દાસુન શનાકા અને વાનિન્દુ હસરંગાના સંઘર્ષ છતાં શ્રીલંકાની ટીમ વનડે વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડના વિજયી અભિયાનને રોકી શકી નથી. જોસ બટલરની પ્રથમ સદીની મદદથી ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવી ટી20 વર્લ્ડ કપ-2021ની સેમિફાઈનલ (ગ્રુપ-1)માં પહોંચનારી પ્રથમ ટીમ બની. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 4 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં તમામ વિકેટે 137 રન જ બનાવી શકી હતી. આ રીતે, ઈંગ્લેન્ડે ટુર્નામેન્ટમાં તેની તમામ 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.

ઇંગ્લેન્ડે પ્રથમ દસ ઓવરમાં માત્ર 47 રન બનાવ્યા હતા. દસમી ઓવર પછી બટલરે પોતાના હાથ ખોલ્યા.તેણે ચમિકા કરુણારત્ન દ્વારા ફેંકેલી 13મી ઓવરમાં 14 રન બનાવ્યા. તેણે મિડ-ઓન પર બાઉન્ડ્રી ફટકાર્યા બાદ ડીપમાં સિક્સર ફટકારી હતી. તેણે 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે તેની T20 કારકિર્દીની સૌથી ધીમી અડધી સદી છે.

ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ફેંકેલી 15મી ઓવરમાં 22 રન બન્યા હતા જેમાં બટલરે બે સિક્સર અને મોર્ગને એક સિક્સર ફટકારી હતી. મોર્ગન આઉટ થયા બાદ પણ બટલરની આક્રમક રમત ચાલુ રહી હતી. તેણે ચમીરાને સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ઇંગ્લેન્ડે છેલ્લી પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા.