Not Set/ કિસ્મત ચમકી કોને કહેવાય તેનુ તાજું ઉદાહરણ, રાતો રાત આ શખ્સ બન્યો કરોડપતિ

સપના જોવા અને તેને સાચા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે નસીબનો સાથ મળતા રાતો રાત ધનવાન બની જાય છે અને પોતાના દરેક સપનાને પૂરા કરી શકે છે. આજનાં સમયમાં, દરેક વ્યક્તિ શ્રીમંત બનવા માંગે છે, કેટલાક લોકોને સમૃદ્ધ સંપત્તિ વારસામાં મળી હોય છે, જ્યારે […]

Top Stories India
11 50 445974150maxresdefault ll કિસ્મત ચમકી કોને કહેવાય તેનુ તાજું ઉદાહરણ, રાતો રાત આ શખ્સ બન્યો કરોડપતિ

સપના જોવા અને તેને સાચા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે નસીબનો સાથ મળતા રાતો રાત ધનવાન બની જાય છે અને પોતાના દરેક સપનાને પૂરા કરી શકે છે. આજનાં સમયમાં, દરેક વ્યક્તિ શ્રીમંત બનવા માંગે છે, કેટલાક લોકોને સમૃદ્ધ સંપત્તિ વારસામાં મળી હોય છે, જ્યારે કેટલાક લોકો તેમની મહેનત દ્વારા આ પ્રાપ્ત કરે છે, પરંતુ ત્રીજા પ્રકારનાં લોકો ‘નસીબદાર’ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ લોકો તેમના નસીબની મદદથી તેમની પરિસ્થિતિને બદલી શકે છે, જેને મેળવવા માટે અમુક લોકો પોતાનુ આખું જીવન લગાવી દેતા હોય છે.

નસીબ કોને કહેવાય તે હિમાચલ પ્રદેશનાં એક પેંટરને જોઇ સમજી શકાય છે. હિમાચલ પ્રદેશનાં પેંટર સંજીવ કુમારનું જીવન એકદમ સામાન્ય હતુ પરંતુ રાતો રાત તેની કિસ્મત બદલાઇ ગઇ અને તે કરોડપતિ બની ગયો. હવે તમે વિચારશો કે એવુ તે શું બન્યુ કે તે રાતો રાત કરોડપતિ બની ગયો. આપને જણાવી દઇએ કે, તેણે પંજાબ રાજ્યમાં લક્ષ્મી દિવાળી પૂજા બમ્પર લોટરીની બે ટિકિટો ખરીદી હતી, જેમાંથી એક ટિકિટે તેને કરોડપતિ બનાવો દોધો હતો. આ પહેલા સંજીવ કુમાર પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. સંજીવ કુમારે જણાવ્યું કે જ્યારે તે ચંદીગઢનાં પીજીઆઈએમઇઆરથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે નાંગલ બસ સ્ટેન્ડ પાસેનાં લોટરી સ્ટોલમાંથી 1000 રૂપિયાની બે ટિકિટ ખરીદી હતી. તેમાંથી એકમાં તેને જેકપોટ લાગ્યો. તે સમયે તે તેના પુત્રની મેડિકલ તપાસ માટે પીજીઆઈએમઆર ગયો હતો.

કુમારે રવિવારે અહીં જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે તેમને આશા છે કે આ લોટરીની રકમ તેના જીવનમાં આર્થિક મુશ્કેલી દૂર કરશે. પોતાની ભાવિ યોજનાઓ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આ નાણાં તેઓ તેમના બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરશે. કુમાર ઘરમાં કમાણી કરનારો એકમાત્ર સભ્ય છે. તેણે ઇનામની આ રકમનો દાવો કરવા માટે પંજાબ સરકારનાં રાજ્ય લોટરી વિભાગને દસ્તાવેજો સુપર્ત કર્યા છે. વિભાગે આ રકમ વહેલી તકે મુક્ત કરવાની ખાતરી આપી છે. 1 નવેમ્બરનાં રોજ લુધિયાણામાં લોટરી નિકાળવામાં આવી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.