Not Set/ ઓલપાડમાં આભ ફાટ્યું, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણાં

  ઓલપાડ વડોદરા બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું.સુરત અને ઓલપાડમાં શનિવાર સવારથી જ વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.ઓલપાડમાં એવી હાલત હતી કે માત્ર ચાર કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.થોડા સમયમાં જ ધમધોકાર વરસાદ પડતાં ઓલપાડના બધા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.પાણીના ઓલપાડમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમને […]

Top Stories India
olpad ઓલપાડમાં આભ ફાટ્યું, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણાં

 

ઓલપાડ

વડોદરા બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું.સુરત અને ઓલપાડમાં શનિવાર સવારથી જ વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.ઓલપાડમાં એવી હાલત હતી કે માત્ર ચાર કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.થોડા સમયમાં જ ધમધોકાર વરસાદ પડતાં ઓલપાડના બધા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.પાણીના ઓલપાડમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમને બોટ સાથે રવાના કરવામાં આવી હતી.

o3 1 ઓલપાડમાં આભ ફાટ્યું, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણાં

ઓલપાડમાં ભારે વરસાદના કારણે અહીં સ્કુલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ઓલપાડની રહેણાંક વિસ્તારો સહિત સરકારી કચેરીઓમાં પણ પાણી ઘુસી ગયા હતા.સતત પડેલાં વરસાદને કારણે ઓલપાડ સેવા સદનમાં પણ પાણી ભરાયા હતા.ઓલપાડની સોંદલાખારા ગામની સરકારી શાળામાં કેડ સમા પાણી ઘુસી ગયાં છે.ઓલપાડ બસ સ્ટેન્ડ અને તેની આજુબાજુ કેડ સમા પાણી ભરાયા હતા.ઓલપાડ બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા રૂટિન બસ સર્વિસ પર પણ અસર પડી હતી.

ઓલપાડમાં પડેલા ભારે વરસાદથી હાથીસા ગામનો સંપર્ક કપાયો છે. ઓલપાડ – હાથીસા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. સેના ખાડીના સરદાર આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. સૌદલા – ખારાની શાળામાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.ઓલપાડના હાથીસા ગામ અને તેની આજુબાજુના 10 ગામોનો સંપર્ક કપાયો હતો.