Not Set/ ભગવાન રામ પર નેપાળી PM નાં નિવેેદનથી ભડક્યા સ્થાનિક, પોતાના દેશમાં જ થઇ રહી છે આલોચના

  નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામનાં જન્મસ્થળ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે, ત્યારબાદ તેઓ તેમના જ દેશમાં વિવાદોમાં ઘેરાઇ ગયા છે. કે.પી.શર્માનાં નિવેદનનો નેપાળમાં સખત વિરોધ કરી રહ્યા છે. નેતાઓનું કહેવુ છે કે, કેપી શર્માને કારણે ભારત અને નેપાળ વચ્ચે તણાવ છે, ત્યારે આવા દાવાઓને ટાળવા જોઈએ. જણાવી દઇએ કે, કેપી શર્મા […]

India
50b281fe657de29e30872322673598a2 2 ભગવાન રામ પર નેપાળી PM નાં નિવેેદનથી ભડક્યા સ્થાનિક, પોતાના દેશમાં જ થઇ રહી છે આલોચના
50b281fe657de29e30872322673598a2 2 ભગવાન રામ પર નેપાળી PM નાં નિવેેદનથી ભડક્યા સ્થાનિક, પોતાના દેશમાં જ થઇ રહી છે આલોચના

 

નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામનાં જન્મસ્થળ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે, ત્યારબાદ તેઓ તેમના જ દેશમાં વિવાદોમાં ઘેરાઇ ગયા છે. કે.પી.શર્માનાં નિવેદનનો નેપાળમાં સખત વિરોધ કરી રહ્યા છે. નેતાઓનું કહેવુ છે કે, કેપી શર્માને કારણે ભારત અને નેપાળ વચ્ચે તણાવ છે, ત્યારે આવા દાવાઓને ટાળવા જોઈએ. જણાવી દઇએ કે, કેપી શર્મા ઓલીએ આ પ્રકારનું વિવાદિત નિવેદન પહેલીવાર આપ્યું હોય તેવું નથી.

કે.પી.શર્મા ઓલીએ સોમવારે કહ્યું કે, અસલી અયોધ્યા નેપાળમાં છે, ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવી છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલી આટલુ બોલ્યા પછી પણ ન અટક્યા, તેમણે કહ્યું કે ભગવાન રામ નેપાળમાં પણ છે, ભારતમાં નથી. નેપાળમાં કવિ ભાનુભક્ત આચાર્યની જન્મજયંતિ પર એક કાર્યક્રમમાં પીએમ ઓલીએ કહ્યું હતું કે, નેપાળ સાંસ્કૃતિક અત્યાચારથી પસાર થઈ રહ્યો છે. જ્યારે ફરી એકવાર ભારત પર આરોપ લગાવતા કહ્યુ છે કે તે ઐતિહાસિક પુરાવા અને તથ્યોથી રમવામાં આવી રહ્યું છે.

નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે, નેપાળની જનક નંદની સીતાનાં વિવાહ અયોધ્યાનાં રાજકુમાર રામ સાથે થયા હતા, પરંતુ તે આ અયોધ્યા નથી જે ભારતમાં છે, પરંતુ તે અયોધ્યા નેપાળમાં છે. તેમણે કહ્યું કે અયોધ્યા નેપાળનાં બીરગંજની પશ્ચિમમાં સ્થિત છે. ભારતે પોતાના દેશમાં બનાવટી અયોધ્યા બનાવી છે. જેટલી વાહિયાત નેપાળનાં વડા પ્રધાનની આ વાત છે તેનાથી વધુ ખરાબ તેમનો તર્ક છે. તેમણે નેપાળમાં અસલી અયોધ્યા હોવા પાછળ જે તર્ક આપ્યો તે વધુ હેરાન કરે તેવો છે. ઓલીએ કહ્યું કે, જનકપુરીની સીતાનો અયોધ્યાનાં રામ સાથે વિવાદ હતો, પરંતુ જો ભારતમાં અયોધ્યા અસલી હોય તો રામ ત્યાંથી લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે? ઓલીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.