નવી દિલ્હી,
દેશભરના સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનના મુદ્દાને લઈ ધમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આ બહુચર્ચિત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1061851405089206272
સોમવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે ઇન્કાર કરવામાં આવ્યો છે.
આ પહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભા દ્વારા રામજન્મભૂમિ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ત્રણ જજોની ખંડપીઠ દ્વારા આ અરજી ફગાવવામાં આવી છે.
આ વિવાદિત મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટિસ એ એમ જોસેફ દ્વારા કરવામાં આવી રહી છે.
રામજન્મભૂમિ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, “તેઓને પહેલેથી જ આ મામલાની તારીખ આપવામાં આવી છે”.
જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળવામાં આવી સુનાવણી
https://twitter.com/ANI/status/1056794584045572096
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૯ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કોણો ? (ટાઈટલ શૂટ) તે અંગેના કેસને સુનાવણી હાથ ધરાઈ હતી, અને ત્યારબાદ આ હિયરીગ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી હતી.
જાણો, શું છે અયોધ્યાનો ટાઈટલ શૂટનો આ વિવાદ ?
દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ ૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી.
ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિંદુ રીતિ રીવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૫૯માં નિર્મોહી અખાડા દ્વારા આ વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.
નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા પણ આ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો ઠોકયો હતો.
ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ત્રણ ભાગોમાં વહેંચી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.
જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ પણ કોઈ પણ પક્ષ રાજી થયું ન હતું અને ત્યારબાદ આ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
૯ મે, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પણ રોક લગાવી દીધી હતી.
ત્યારબાદ ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ૨.૭૭ એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે.