જામનગર/ શેખપાટ ગામના ઉપ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા

જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ અને ઉપસરપંચ રૂપિયા 60,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા

Top Stories Gujarat Others
લાંચ
  • જામનગરમાં લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા
  • શેખપાટ ગામે ACBનો સપાટો
  • મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ ACBના સકંજામાં
  • રૂ. 60 હજારની લાંચ લેતા બંને રંગેહાથ ઝડપાયા
  • મહિલા સરપંચના પતિ મનસુખ ચાવડા ACBની ગિરફ્તમાં
  • ઉપ સરપંચ રામજી કણજારીયા પણ ACBના સકંજામાં    

@સાગર સંઘાણી

જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા આજે વર્લ્ડ એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. અને તેની સાથે જ લાંચનું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું, અને શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 60,000ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા. લાલ બંગલા સર્કલમાં લાંચ લેવા અંગેનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, અને બંનેની અટકાયત કરી લેવાઇ છે.

જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા આજે નવમી ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એન્ટી કરપ્શન ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી, અને તે અંગેનો જામનગરની એક સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો, અને વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વત ધારા સંબંધી જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી, અને તે અંગેના જાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજના દિવસે જ એસીબી ની ટીમ દ્વારા લાંચ નું સફળ ઓપરેશન પણ પાર પાડવામાં આવ્યું હતું.

જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ મનસુખ નાથા ચાવડા કે જેઓ શેખપાટ ગામના હાલ સભ્ય છે, તે ઉપરાંત ઉપ સરપંચ રામજીભાઈ કણઝારીયા કે જેઓએ ગામમાં જ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી.અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે, તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ ૩૦,૩૦ હજાર રૂપિયા ની લાંચ ની માંગણી કરી હતી.

કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર ની  એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં નવમી ડિસેમ્બરના મોડી સાંજે લાંચ ની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જે મુજબ જામનગર એ.સી.બી. ની ટિમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ ત્રીસ હજાર ની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી. ની ટીમેં બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. તેઓને જામનગર એ.સી.બી.ની કચેરીમાં લઈ જવામાં આવ્યા છે, અને તેઓ સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 શેખપાટ ગામના ઉપ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા