Not Set/ અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક સહિત 6 લોકોએ પોતાની રિહાઇ માટે કર્યા બોન્ડ પર હસ્તાક્ષર

શુક્રવારે અધિકારી સુત્રોએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, હુર્રિયત કોન્ફરન્સનાં ઉદારવાદી જૂથનાં નેતા મીરવાઇઝ ઉમર ફારૂક જેમનો તે સાત લોકોમાં સમાવેશ થાય છે કે જેમને જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જા સમાપ્ત કર્યા બાદથી અટકાયતમાં રાખવામાં આવેલ છે. હવે તેમણે  પોતાની રિહાઇને સુનિશ્ચિત કરાવવા માટે બોન્ડ પર હસ્તાક્ષર કર્યા છે. હુર્રિયત કોંગ્રેસનાં ઉદારવાદી જૂથનાં નેતા મીરવાઇઝ ઉમર ફારૂક […]

Top Stories India
gm9qutuervg4c6k9kj94rmmqa6 20190217133728.Medi અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક સહિત 6 લોકોએ પોતાની રિહાઇ માટે કર્યા બોન્ડ પર હસ્તાક્ષર

શુક્રવારે અધિકારી સુત્રોએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, હુર્રિયત કોન્ફરન્સનાં ઉદારવાદી જૂથનાં નેતા મીરવાઇઝ ઉમર ફારૂક જેમનો તે સાત લોકોમાં સમાવેશ થાય છે કે જેમને જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જા સમાપ્ત કર્યા બાદથી અટકાયતમાં રાખવામાં આવેલ છે. હવે તેમણે  પોતાની રિહાઇને સુનિશ્ચિત કરાવવા માટે બોન્ડ પર હસ્તાક્ષર કર્યા છે.

hur અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક સહિત 6 લોકોએ પોતાની રિહાઇ માટે કર્યા બોન્ડ પર હસ્તાક્ષર

હુર્રિયત કોંગ્રેસનાં ઉદારવાદી જૂથનાં નેતા મીરવાઇઝ ઉમર ફારૂક સિવાય અન્ય 6 લોકોએ પોતાની રિહાઇ સુનિશ્ચિત કરવા હસ્તાક્ષર કર્યા છે. પરંતુ પીપુલ્સ કોન્ફરન્સનાં પ્રમુખ સજ્જાદ લોન, પીડીપી યુવા વિંગનાં નેતા વાહિદ પારા અને અમલદારશાહીથી રાજકારણી બનેલા શાહ ફૈસલે આ બોન્ડ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, મીરવાઈઝ ઉમર ફારૂક સિવાય નેશનલ કોન્ફરન્સનાં બે નેતાઓ, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને પીપુલ્સ કોન્ફરન્સનાં એક-એક નેતા અને બીજા બે લોકોએ બોન્ડ પર હસ્તાક્ષર કર્યા છે. અટકાયતમાં લેવામાં આવ્યા બાદ સેન્ટૌર હોટલમાં રાખવામાં આવેલા 36 લોકોમાં તે પણ છે. સુત્રોએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકો, જેમાંના મોટા ભાગનાં નેતા છે, જેમને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા બોન્ડ પર હસ્તાક્ષર કરવાની શરતે મુકત કરવાની ઓફર કરવામાં આવી છે. આ બોન્ડ તેમને છૂટા કર્યા પછી કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવાની મનાઇ કરે છે.

huriyat અલગાવવાદી નેતા મીરવાઇઝ ફારૂક સહિત 6 લોકોએ પોતાની રિહાઇ માટે કર્યા બોન્ડ પર હસ્તાક્ષર

બિનસત્તાવાર અંદાજ મુજબ, કેન્દ્ર સરકારનાં ઓગષ્ટનાં નિર્ણય બાદ રાજકારણીઓ, અલગાવવાદીઓ, કાર્યકરો અને વકીલો સહિત એક હજારથી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. અટકાયતમાં કરાયેલા ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની બહાર સ્થિત લગભગ 100 લોકોને જેલ મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.