World Cup Final 2023/ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે PM મોદી-શાહ, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 17T124041.504 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે PM મોદી-શાહ, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ
  • અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 19ના રોજ ફરી આવશે ગુજરાત
  • અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ જોવા PM આવશે ગુજરાત
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન બપોરે રહેશે ઉપસ્થિત
  • વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને અપાઈ રહ્યો છે આખરી ઓપ

Ahmedabad News: ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જો કે, હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.

PM મોદી કડક સુરક્ષા વચ્ચે અમદાવાદ પહોંચશે

હાલ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન 19મી નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ નિહાળ્યા બાદ પીએમ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ આરામ કરશે. અહીંથી બીજા જ દિવસે 20મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે.

ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ દાવ રમતા 397 રન બનાવ્યા હતા. બાદમાં આ સ્કોરનો પીછો કરવા આવેલી ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પોતાની પ્રતિભા દેખાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ માટે 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું

ભારત ફાઇનલમાં પહોચ્યાના બીજા જ દિવસે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચ જીતવા માટે તેને પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફાઈનલ

આ મેચ પણ રોમાંચક બનવાની છે કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી એકવાર સામસામે આવશે. આ પહેલા 2003 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ ટાઈટલ મેચ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ભારતીય ટીમની કમાન દાદાના નામથી પ્રખ્યાત સૌરવ ગાંગુલીના હાથમાં હતી. રિકી પોન્ટિંગ કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે PM મોદી-શાહ, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ


આ પણ વાંચો:હાપુરામાં રખડતા શ્વાને 14 મહિનાના બાળક પર કર્યો હુમલો, ચોંકાવનારા દ્રશ્યો CCTV માં કેદ

આ પણ વાંચો:ગુજરાતના વધુ એક IPS અધિકારી દિલ્હી ખાતે ડેપ્યુટેશન અપાયું

આ પણ વાંચો:ઉધના-ઈન્દોર વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ, ટાઈમ ટેબલ જાહેર

આ પણ વાંચો:સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો