સુરત/ વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

સુરતના અમરોલી વિસ્તારનું ભટ્ટ પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયું હતું પરિવારના દીકરા પર વ્યાજખોરોનો સતત આતંક જોવા મળી રહ્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2023 12 07T160637.513 વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો
  • સુરતમાં વ્યાજખોરનો આતંક
  • વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા
  • પરિવારે સામુહિક આપઘાત કરી મંજૂરી માગી હતી
  • લાખો રૂપિયા ચૂકવ્યા છતાં ધમકીઓ આપતા હતા

@દિવ્યેશ પારમાર 

Surat News: સુરતમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.સુરતના અમરોલી વિસ્તારનું ભટ્ટ પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયું હતું પરિવારના દીકરા પર વ્યાજખોરોનો સતત આતંક જોવા મળી રહ્યો હતો જેને લઈને પરિવારે સામૂહિક આપઘાત કરવાની તૈયારી બતાવી હતી.હાલ સુરત પોલીસ કમિશનરને પરિવારે રજૂઆત કરતા અમરોલી પોલીસે પાંચ વ્યાજ ખોરોની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે.

સુરત શહેરમાં વ્યાજ ખોરો સામે તવાઈ બોલાવવા માટે  સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા.શહેરમાં અનેક વખત વ્યાજખોરો સામે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેમાં મોટા પાયે મોટું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે તવાઈ બોલાવવામાં આવી હતી.દરરોજના અનેકો વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો અને વ્યાજના વિષ ચક્ર માં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે તેના થોડા સમય બાદ જ ફરીથી વ્યાજખોરોએ માથું ઉચક્યું હતું. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો વ્યાજના વીષ ચક્રમાં ફસાઈ ગયો હતો.

કોરોના સમયે આર્થિક સ્થિતિ નબળી થવાથી સૌપ્રથમ વખત વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી હતી. ત્યારબાદ પ્રથમ વ્યાજ ખોરે દબાણ કરતા તેમને ચૂકવવા માટે બીજા પાસેથી ઊંચા ટકે રૂપિયા વ્યાજે લેવા પડ્યા હતા.જોત જોતામાં સાત જેટલા વ્યાજ ખોરો પાસેથી ઊંચા ટકે રૂપિયા વ્યાજે લેતો થઈ ગયો એકને ભર્યા બાદ બીજાને રૂપિયા ભરતો તે રીતે જોત જોતા માં લાખો રૂપિયા વ્યાજે લઈ લીધા હતા.

જો કે જેટલા પાસેથી યુવાને રૂપિયા વ્યાજે લીધા હતા તે તમામ લોકોને મૂળ કિંમત કરતાં પણ વધુ રૂપિયા નું વ્યાજ યુવક ભરી ચૂક્યો હતો તેમ છતાં પણ યુવક કપડાની દુકાન ચલાવતો હતો ત્યાં આવી ધાક ધમકીઓ આપી રૂપિયાની માંગ કરતા હતા.

સમગ્ર મામલે યુવકે તેમજ તેમના પરિવારે આપઘાતની તૈયારી પણ કરી લીધી હતી. સ્થાનિક પોલીસ અમરોલીમાં અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું ન હતું.જેથી પરિવારએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી જેથી પોલીસ કમિશનરે તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જેથી અમરોલી પોલીસે પાંચ જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ