Not Set/ કાળીયાર મારવાના કેસમાં સલમાન ખાનને 5 વર્ષની સજા

જોધપુર બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે બ્લેક બક કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો..જોધપુરની કોર્ટ દ્રારા 20 વર્ષ જુના આ કેસનો આજે ચુકાદો આપતા સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.આ કેમમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.આ કેસમાં અન્ય આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે જેવા ફિલ્મ સ્ટારો હતા.આ તમામને કોર્ટે નિર્દોષ […]

Top Stories
salman કાળીયાર મારવાના કેસમાં સલમાન ખાનને 5 વર્ષની સજા

જોધપુર

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે બ્લેક બક કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો..જોધપુરની કોર્ટ દ્રારા 20 વર્ષ જુના આ કેસનો આજે ચુકાદો આપતા સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.આ કેમમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.આ કેસમાં અન્ય આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે જેવા ફિલ્મ સ્ટારો હતા.આ તમામને કોર્ટે નિર્દોષ છોડ્યાં  છે.

આ ચુકાદાને લઇને સલમાન સહિત સૈફઅલી ખાનતબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્ર ગુરૂવારે જોધપુર કોર્ટ પહોંચ્યા હતા.આ ચુકાદાને લઇને સલમાન અને તેનો પરિવાર 4 એપ્રિલના રોજ જોધપુર પહોંચી ગયા હતા.

જોધપુરની કોર્ટના જજ દેવ ખત્રી કાળીયારને મારવાના કેસનો આજે ચુકાદો આપ્યો હતો.

આ કેસમાં અન્ય બે શખ્સ પર પણ આરોપ લગાવાયો હતો. એક છે ટ્રાવેલ એજન્ટ દુશ્યંત સિંહ અને બીજો છે જે-તે સમયનો સલમાનનો ખાનનો આસિસ્ટન્ટ દિનેશ ગાવરે. ગાવરે ફરાર છે અને છ પરનો ટ્રાયલ પુરો થઇ ગયો છે.

ઓક્ટોબર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન પાંચેયએ જોધપુરના કાંકણી ગામ પાસે કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાનો આરોપ છે.જો કે કોર્ટે સલમાનને બાદ કરતાં અન્ય આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

સલમાન ખાન પર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ષનની કલમ 51 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો,જ્યારે બીજા આરોપીઓ પર આઇપીસીની કલમ 149 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

જોધપુરની તાજ હોટલમાં સલમાન આખી રાત હોટલના સ્વિમિંગ પુલના કિનારે બેઠા જોવા મળ્યા હતા અને તેમના સાથે તેમની બહેન અર્પિતા,અલવીરા પણ જોવા મળ્યા હતા.