અમદાવાદઃ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની North Gujarat-Heavyrain સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, રાજ્યમાં હજુ પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. ગુજરાત પર ચોમાસાની સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે રાજ્યભરમાં વરાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત પર થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર North Gujarat-Heavyrain એન્ટ્રી થઈ ચૂકી છે.બુધવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું.જામનગર જિલ્લાના જામજોધપુરમાં બે કલાકમાં પાંચ ઈંચથી વઘુ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદને કારણે શેરીઓથી લઈ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ધોધમાર વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જળાશયો North Gujarat-Heavyrain છલોછલ થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આજે બપોરે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 61 તાલુકામાં એક ઈંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌથી વધુ 12 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે.ત્યારે હવમાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં North Gujarat-Heavyrain ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ માછીમારોને અગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Landslide/ મહારાષ્ટ્રમાં રાયગઢમાં ભૂસ્ખલનમાં ચારના મોતઃ આંકડો વધી શકે
આ પણ વાંચોઃ નબીરાઓ બેફામ/ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત: 160ની સ્પીડે આવી રહેલી કારે એકસાથે 9 લોકોને કચડી નાખ્યાં
આ પણ વાંચોઃ Indian Railway/ હવે જનરલ ડબ્બામાં મળશે માત્ર 20 રૂપિયામાં ભોજન,શું હશે મેનુ જાણો
આ પણ વાંચોઃ New HC Chief Justices/ ચાર રાજ્યોને મળ્યા નવા મુખ્ય ન્યાયાધીશો ,ગુજરાત,કેરળ, તેલંગાણા અને ઓડિશા હાઈકોર્ટમાં કરાયા નિયુક્ત
આ પણ વાંચોઃ Hospitalized/ લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપની તબિયત બગડતા હોસ્પિટમાં દાખલ કરાયા
