- ગેરકાયદેસર સિરપને લઈને દ્વારકા SP ની મોટી કાર્યવાહી
- આયુર્કવેદિક સિરપના નામે નશાનો કરોડોનો કારોબાર
- વ્હાઇટ કોલર બુટલેગરોનો પર્દાફાશ કરતી દ્વારકા પોલીસ
- હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટિકલના માલિકો વિરુદ્ધ નોધ્યો ગુનો
- દ્વારકા પોલીસે આયુર્વેદિક સિરપની 28 હજાર બોટલ ઝડપી
- પોલીસે 44 લાખનો મુદ્દામાલ અને 8 આરોપીઓની કરી ધરપકડ
રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે લોકો આયુર્વેદિક સિરપનો નશો કરી રહ્યા છે. ખુલ્લેઆમ વેચાતા આ સીરપમાં આલ્કોહોલની માત્રા ઉપરાંત ઇથેનોલ જેવા તત્વોની ભેળસેળ કરવામાં આવે છે. આવા સીરપનો નશો કરવાના કારણે ખેડા જિલ્લામાં મોતનું તાંડવ ખેલાયું છે. આવામાં રાજ્યમાં નશાકારક સિરપના કારોબારને લઈને વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દ્વારકા પોલીસને છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા નશાબંધી વિરોધી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. જાણો રાજ્યભરમાં ફેલાયેલી સસ્તી દવાના ધંધામાં કોણ કોની સાથે સંકળાયેલું છે…
આપને જણાવી દઈએ કે, સંજય શાહ સેલવાસામાં આવેલી હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે. કોઈ લાયકાત ન હોવા છતાં, અમિત વસાવડા નશાની સીરપ બનાવતી કંપનીમાં આયુર્વેદ નિષ્ણાત તરીકે કામ કરતો હતો. જ્યારે રાજેશ ડોડકે નશીલી સિરપનો માર્કેટિંગ મેનેજર છે. 700 કરોડના છેતરપિંડીના કેસમાં આરોપી સુનીલ કક્કડ 2021માં માલિક સંજય શાહના સંપર્કમાં આવ્યો હતો અને તેઓએ મળીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. સુનિલ કક્કડે હાર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની હેઠળ એએમબી ફાર્મા નામની સબસિડિયરી કંપની બનાવી અને આ નામથી ગુજરાતમાં મોટા પાયે બિઝનેસ શરૂ કર્યો.
સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક અને ઉપચારાત્મક સીરપનું મોટા પાયે માર્કેટિંગ શરૂ કર્યું. પાન ગલ્લામાં જે સિરપની બોટલો વેચાય છે તે અલગ અલગ નામ અને રંગમાં વેચાય છે. પોલીસ તપાસમાં મળેલી માહિતી મુજબ 22 મહિનામાં 45 કરોડ રૂપિયાની કિંમતનું સિરપ બજારમાં આવ્યું છે. ગુજરાત સરકાર અને દાદરા નગર હવેલીના સરકારી વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ તેમની આંખ સામે ચાલી રહેલા કૌભાંડ સામે આંખ આડા કાન કર્યા હતા.
થોડા મહિના પહેલા નાર્કોટિક્સ વિભાગના ઇન્સ્પેક્ટર મેહુલ ડોડિયાએ ચાંગોદર સ્થિત શિવમ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન કડક કાર્યવાહી કરવાને બદલે મેહુલ ડોડિયાએ શિવમ એન્ટરપ્રાઈઝના ભાગીદાર પંકજ વાઘેલા ભીનું સંકેલી લઈને એકત્ર કરવાની ગોઠવણ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેહુલ ડોડિયા ડિસ્ટ્રિબ્યુશન એજન્સીમાં પડદા પાછળનો ભાગીદાર બન્યો હતો અને સરકારી વિભાગો સ્થાપવાની જવાબદારી પણ સંભાળતો હતો. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે મેહુલ ડોડિયાને સરકારમાં નફો કમાવવા અને સેટિંગ કરવા માટે દર વર્ષે લગભગ એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવતી હતી.
નાર્કોટિક્સ વિભાગના વિવાદાસ્પદ ઈન્સ્પેક્ટર મેહુલ ડોડિયાએ ડ્રગ્સના વેપારમાં મોટો નફો જોઈને રાજીનામું આપી દીધું છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મેહુલ ડોડિયાનું રાજીનામું સ્વીકારવાની પ્રક્રિયામાં અન્ય એક વિવાદાસ્પદ અધિકારીએ પણ મોટી ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેહુલ ડોડિયાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના જણાવ્યા મુજબ, હાર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલના માલિક સંજય શાહ, માર્કેટિંગ મેનેજર રાજેશ ડોડકે અને મેહુલ ડોડિયા ફરાર છે. પોલીસે અત્યાર સુધીમાં સુનીલ કક્કડ, અમિત વસાવડા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસમાં પોલીસને મહત્વના પુરાવા પણ મળ્યા છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ