Meta# Mark Zuckerberg/ મેટા ઇન્ડિયાના નવા વડા તરીકે સંધ્યા દેવનાથન

માર્ક ઝુકરબર્ગની આગેવાની હેઠળની મેટાએ સંધ્યા દેવનાથનની  મેટા ઇન્ડિયાના  વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. તે 1 જાન્યુઆરી, 2023 થી આ પદ સંભાળશે

Top Stories India
Sandhya મેટા ઇન્ડિયાના નવા વડા તરીકે સંધ્યા દેવનાથન

Mark Zukerbergની આગેવાની હેઠળની મેટાએ સંધ્યા દેવનાથનની(Sandhya Devnathan) મેટા ઇન્ડિયાના  (Meta India) વાઇસ પ્રેસિડેન્ટ (vice president) તરીકે નિમણૂક કરી છે. તે 1 જાન્યુઆરી, 2023થી આ પદ સંભાળશે અને મેટા APACના ડૈન નેરીને રિપોર્ટ કરશે.  1998માં આંધ્ર યુનિવર્સિટીથી એન્જિનિયરિંગની અભ્યાસ પૂર્ણ કર્યા પછી સંધ્યા દેવનાથન ને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ હતુ. તે 2014માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના લીડરશિપના કોર્સ માટે  બિઝનેસ સ્કૂલમાં પણ ગયા હતા.

સંધ્યા દેવનાથન સંગઠન અને સ્ટ્રેટેજીની ધુરા સંભાળશે.  તે મેટાના ભારતમાં બિઝનેસમાં લાંબા ગાળાની વૃદ્ધિના હેતુથી પાર્ટનર્સ અને કસ્ટમરની મદદ કરવા પર ધ્યાન આપશે. તેમની અગ્રતાઓમાં બિઝનેસ અને રેવન્યુ પણ સામેલ રહેશે. તે ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સ, જાહેરાતો, ક્રીએટર્સ અને કલાકારો સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી ભારતમાંથી કંપનીને થતી આવકમાં વધારો થઈ શકે.

આમ સંધ્યા દેવનાથન પાસે બેંકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં બે દાયકાથી વધુ અનુભવ અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી છે. તે 2016માં ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની મેટામાં જોડાયા હતા. સંધ્યા દેવનાથન કે સિંગાપોર અને વિયેતનામમાં કંપનીના બિઝનેસીસ અને દક્ષિણ પૂર્વ એશિયાની ઇ-કોમર્સ ઇનિશિયેટિવના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. દેવનાથને APAC માટે કંપની ગેમિંગ વર્ટિકલનું નેતૃત્વ કર્યુ છે, જે ગ્લોબલ લેવલ પર સૌથી મોટું મેટા વર્ટિકલ છે.

તેણી મહિલા@APAC માટે એક કાર્યકારી પ્રાયોજક (એક્ઝિક્યુટિવ સ્પોન્સર) પણ છે અને ગેમિંગ ઇન્ડસ્ટ્રી પ્લે ફોરવર્ડની ગ્લોબલ  લીડનું પણ કામ સંભાળી રહી છે. વધુમાં, તે પેપર ફાઈનેન્સિયલ સર્વિસીઝ (પીપર ફાઈનાન્સિયલ સર્વિસીસ)ના વૈશ્વિક બોર્ડમાં પણ છે. સંધ્યા દેવનાથનની નિમણૂક પર મેટાના મુખ્ય વ્યવસાય અધિકારી મારને લેવિન કહે છે, “સંધ્યાના પાસ બિઝનેસમાં વધારો કરવાની અસાધારણ અને સમાવેશક ટીમો બનાવવાની, પ્રોડક્ટમાં નવી ચીજો જોડવાનો અને મજબૂત ભાગીદારી રચવાનો એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે.

આ પણ વાંચો

FIFA WORLD CUP/ ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના સળિયા ગણવા પડશે

Demonetisation/ મોદી સરકારે નોટબંધી અંગે કોર્ટમાં કર્યો મોટો ખુલાસો,લાંબી ચર્ચા બાદ