Election/ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો બફાટ, મત આપ્યા બાદ એવુ બોલ્યા કે થયો વિવાદ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. રાજ્યનાં સૌથી પછાત કહેવાતા જિલ્લામાં સૌથી વધારે મતદાન નોંધાઇ રહ્યુ છે.

Gujarat Others
Mantavya 44 કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો બફાટ, મત આપ્યા બાદ એવુ બોલ્યા કે થયો વિવાદ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. રાજ્યનાં સૌથી પછાત કહેવાતા જિલ્લામાં સૌથી વધારે મતદાન નોંધાઇ રહ્યુ છે. અલગ-અલગ મતદાન કેન્દ્રમાંથી જુદી-જુદી ફરિયાદો પણ સામે આવી રહી છે. જણાવી દઇએ કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વિંછિયા કન્યા પ્રાથમિક શાળા નંબર-2 ખાતે મતદાન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે જનતાને કહ્યુ કે, મે ભાજપને મત આપ્યો છે, સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેઓ પણ ભાજપને મત આપે. તેમના આ બફાટ બાદ વિવાદ સર્જાયો છે.

બહિષ્કાર: આણંદના બોરસદ તાલુકાના ડભાસી ગામના લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર

આજે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નિકળ્યા હતા. જેમા ખાસ ભાજપનાં નેતાઓ પરિવાર સાથે મતદાન કરવા નિકળ્યા હતા. કુંવરજી બાવળિયાએ વીંછિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. મતદાન કર્યાં બાદ કોને મત આપ્યો તે માહિતી સામાન્ય રીતે ગુપ્ત રાખવાની હોય છે. ત્યારે કુંવરજી બાવળિયા આ માહિતીને ગુપ્ત રાખવાની જગ્યાએ તેમણે જાહેરમાં ભાજપને મત આપ્યો હોવાનું કહ્યું હતું. જેનાથી સમગ્ર વિવાદને વેગ મળ્યો હતો.

Election: ચુંટણી પર્વની અનોખી ઉજવણી, પારંપરિક પહેરવેશમાં કર્યુ મતદાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ