ગુજરાત હવામાન વિભાગની આગાહી/ Gujarat: કાળઝાળ ગરમીથી મળશે થોડી રાહત, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં  કાળઝાળ ગરમીથી આજથી રાહત મળશે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોધાયો છે. 

Gujarat
Meteorological department)

અમદાવાદઃ ગુજરાતમાં  કાળઝાળ ગરમીથી આજથી થોડી રાહત મળશે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા સમયમાં વરસાદ આવી શકે છે. અત્યારે શહેરમાં 39  ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોધાયો છે.

સમગ્ર રાજ્યમાં ગરમીથી રાહત મળવા જઈ રહી છે હવામાન વિભાગે એવી  આગાહી કરી છે કે આજથી રાજ્યમાં ગરમીથી રાહત મળશે. આટલું જ નહિ પણ હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે વરસાદ પણ આવી શકે છે. હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 28 અને 29 મે એ વરસાદ આવી  શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આટલું જ નહિ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ત્યાના લોકોને પણ ગરમીથી મોટી રાહત મળી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠામાં અને મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચ માં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. અને એ માટે જ માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ સાથે જ રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની સંભાવના રહેલી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને વરસાદ વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે આવી શકે છે. IMD અનુસાર, આ વખતે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે. જ્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા 67 ટકા છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાને લઈને અપડેટ્સ પણ જારી કરશે.

આ પણ વાંચો : વાદળછાયુ વાતાવરણ/રાજ્યમાં ગરમીથી મળશે રાહત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ

આ પણ વાંચો : Weather Updates/આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા, આ રાજ્યોમાં ભારે પવન, વરસાદ આપશે ઠંડક

આ પણ વાંચો : New Parliament Building/નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે મંત્રોથી, તમિલનાડુથી પંડિતોને બોલાવવામાં આવશે