ટેક્સટાઇલ ઉદ્યોગમાં યુટર્ન,/ સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ મંદીમાંથી આવ્યો બહાર, તહેવારને લઇ આવી તેજી

સુરતમાં મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં યુટર્ન, આગામી તહેવારોને લઇ કાપડની ડિમાન્ડ વધતા વેપારીઓમાં ખુશી

Gujarat Surat
Untitled 175 14 સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ મંદીમાંથી આવ્યો બહાર, તહેવારને લઇ આવી તેજી

@અમિત રૂપાપરા 

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચે ચાલી રહ્યો હતો. કોરોના મહામારી બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે કોઈને કોઈ કારણો અનુસાર ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનું પ્રમાણ જોવા મળી રહ્યું ન હતું પરંતુ હવે રક્ષાબંધનના તહેવારથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને અન્ય રાજ્યોમાં માલની સપ્લાયમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત મહિનાઓની તુલનામાં કાપડની ડિમાન્ડ બમણી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને કાપડની ડિમાન્ડ બમણી થવાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ પણ ખુશી અનુભવી રહ્યા છે.

Untitled 175 15 સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ મંદીમાંથી આવ્યો બહાર, તહેવારને લઇ આવી તેજી

સુરત શહેરને કાપડનું હબ માનવામાં આવે છે અને સુરતમાંથી અલગ અલગ રાજ્યમાં કાપડની સપ્લાય થાય છે. કોરોના મહામારી બાદ કાપડની ડિમાન્ડમાં ઘટાડો થતાં સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થયો હતો. તેના જ કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવે ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે.

ગત મહિનાની તુલનામાં સુરતના કાપડની ડિમાન્ડમાં બમણું વધારો થયો છે કારણ કે અગાઉના મહિનાઓમાં પ્રતિદિન 70 જેટલી ટ્રક માલ અલગ અલગ રાજ્યોમાં ડિસપેચ થઈ રહ્યો હતો અને આગામી દિવસોમાં આવનારી તહેવારની સિઝનના કારણે હાલ રેલવે પાર્સલ સર્વિસ તેમજ ટ્રક ટ્રાન્સપોર્ટેશન માં સરેરાશ પ્રતિદિન 200 જેટલી ટ્રક માલ ડિસપેચ અલગ અલગ રાજ્યોમાં થઈ રહયો છે. તેના જ કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ પણ ખુશી અનુભવી રહ્યા છે.

Untitled 175 16 સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ મંદીમાંથી આવ્યો બહાર, તહેવારને લઇ આવી તેજી

વેપારીઓનું કહેવું છે કે જો આ જ પ્રકારે દિવાળીના તહેવાર સુધી માહોલ જોવા મળશે. તો સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે આ એક ખૂબ સારું કહી શકાય કારણ કે, મંદીના માહોલમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગ હવે યુટર્ન લઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે પ્રકારે અલગ અલગ રાજ્યમાં સુરતના કાપડની ડિમાન્ડ જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે હાલ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે આ સારા સમાચાર કહી શકાય.

આ પણ વાંચો:દારૂની હેરાફેરી માટે ઈસમોનો નવો વેપલો, હવે વૈભવી કારમાં….

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

આ પણ વાંચો:મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

આ પણ વાંચો:સુરતના ડીંડોલી ખાતેના વૃદ્ધાશ્રમ ની અનોખી સેવા