સુરત/ દારૂની હેરાફેરી માટે ઈસમોનો નવો વેપલો, હવે વૈભવી કારમાં….

સુરતમાં બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગમાં રહેલા વેસુ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક મર્સિડીઝ અને થાર કારમાં તપાસ કરવામાં આવી હતી.

Gujarat Surat
Untitled 175 11 દારૂની હેરાફેરી માટે ઈસમોનો નવો વેપલો, હવે વૈભવી કારમાં....

@અમિત રૂપાપરા 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાના કારણે કેટલાક ઈસમો પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. ત્યારે સુરતમાં બે વૈભવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગમાં રહેલા વેસુ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક મર્સિડીઝ અને થાર કારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને કારમાંથી 500 કરતાં વધારે દારૂની બોટલનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બંને વૈભવી કાર જપ્ત કરી હતી. ઉપરાંત દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

તારીખ 19 ઓગસ્ટ 2023ના રોજ વેસુ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના ASI અને એક કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, લક્ઝ્યુરિયસ કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે. તેથી આ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર વેસુ પોલીસના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે સમયે બાતમી મર્સિડીઝ તેમજ એક થાર કાર જ્યારે આ બાતમી વાળી જગ્યા પરથી પસાર થતી હતી ત્યારે કારને ઉભી રખાવી કારની અંદર તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બંને ગાડીની તપાસ કરતા મર્સિડીઝ અને થારમાંથી 565 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. બંને કારમાંથી દારૂનો મુદ્દામાલ મળ્યો હોવાના કારણે પોલીસ દ્વારા બંને વૈભવી કાર તેમજ દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીનું નામ મનીષકુમાર સિંગ છે અને તે સચિનનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ રાજેશ મુરારી શર્મા છે અને તે પણ સુરતના સચિન વિસ્તારનો રહેવાસી છે.

આમ વેસુ પોલીસ દ્વારા કાર અને દારૂ સહિત કુલ 46,88,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળશે કે, આ બંને આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે વૈભવી કારમાં દારૂની હેરાફેરી કરતા હતા, કોની પાસેથી તેઓ આ દારૂનો મુદ્દામાલ લાવ્યા હતા અને દારૂનું વેચાણ કોને કોને કરવાના હતા.

આ પણ વાંચો:રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ

આ પણ વાંચો:પોરબંદરના જાવર ગામમાં 15 થી વધુને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત:MLA અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી

આ પણ વાંચો:સુરતમાં કેદીઓ દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ ખરીદવાનું આહવાહન હર્ષ સંઘવીએ કર્યું અને 2 કલાકમાં જ સુરતના

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું