ગાંધીનગર/ પાટનગરમાં કબૂતરબાજો એક કરોડ લઈને રફ્ફુચક્કર…

ગાંધીનગરના એક ઇસમના કોન્ટેકટમાં દિલ્હીનો એક એજન્ટ હતો જેને પેસેન્જરોને અમેરિકા મોકલવા માટે વાત કરતા પૈસા બતાવવાની વાત કરી હતી જેને લઈને અહીંના સંચાલકો પૈસા બતાવવા તૈયાર થઈ ગયા હતા.

Gandhinagar Gujarat
કબૂતરબાજો

વિદેશ જવાની લાલચમાં અનેક લોકો પૈસા અને જીવ ગુમાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જોવા મળે છે.ગાંધીનગર કુડાસણ નજીક દિલ્હીના કબૂતરબાજો એક કરોડ લઈને રફુચક્કર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

ભાઈજીપૂરા નજીક એક હોટલમાં એક કન્સલ્ટન્સી ચલાવતા સંચાલક પાસેથી કબૂતરબાજો એક કરોડ પડાવી રાફ્ફુચકર થઈ ગયા છે.કુડાસણ નજીક કન્સલ્ટન્સીમાં ટુરિસ્ટ વિઝાનું કામ કાજ ચાલે છે ત્યારે ગાંધીનગરના એક ઇસમના કોન્ટેકટમાં દિલ્હીનો એક એજન્ટ હતો જેને પેસેન્જરોને અમેરિકા મોકલવા માટે વાત કરતા પૈસા બતાવવાની વાત કરી હતી જેને લઈને અહીંના સંચાલકો પૈસા બતાવવા તૈયાર થઈ ગયા હતા.

Untitled પાટનગરમાં કબૂતરબાજો એક કરોડ લઈને રફ્ફુચક્કર...

ત્યારબાદ એક ખાનગી હોટલમાં મિટિંગ કરવામાં આવી હતી દિલ્હીથી આવેલ એજન્ટોએ ગાંધીનગરના સંચાલકોને કોઈ પદાર્થ સુઘાડી સંચાલકોને ઊંઘાડી એક કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા સંચાલકોએ  ઇન્ફોસિટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:અંધશ્રદ્ધા હજી પીછો છોડતી નથી, વધુ એક બાળકી બની શિકાર

આ પણ વાંચો:મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં ‘મલ્ટિપલ’ ડર

આ પણ વાંચો:બોડેલીમાં દીપડાનો આતંક, બાળકને બનાવ્યો કોળીયો

આ પણ વાંચો:સુરતમાં ATS અને SOG એ સંયુક્ત રેડ કરી ઝડપી પાડી કરોડોની ડુપ્લીકેટ નોટ

આ પણ વાંચો:હીરાના વેપારીઓનું ફુલેકું ફેરવનારા હીરા દલાલની ધરપકડ