Night Curfew/ રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફયુનો બદલાયો સમય, હવે રાત્રે 12 વાગ્યે નહી આટલા વાગ્યાથી લાગી જશે કર્ફ્યુ

ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસને ધ્યાને રાખતા રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફ્યુનાં સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છેે.

Top Stories Gujarat Others
ગરમી 99 રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફયુનો બદલાયો સમય, હવે રાત્રે 12 વાગ્યે નહી આટલા વાગ્યાથી લાગી જશે કર્ફ્યુ
  • ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો
  • રાત્રે 10 વાગ્યાથી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ
  • રાત્રે 12ને બદલે હવે રાત્રે 10 વાગ્યાથી રાત્રિ કર્ફયૂ
  • અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂ
  • સી.એમની કમિટીમાં લેવાયો નિર્ણય
  • ચારેય મહાનગરોમાં વધી રાત્રિ કર્ફયૂની મર્યાદા
  • હોટેલ-રેસ્ટોરન્ટનાં ધંધાને પડશે અસર
  • મલ્ટિપ્લેકસ ઉદ્યોગને પણ પડશે ફટકો
  • 31મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે રાત્રિ કર્ફયૂ
  • કોરોના સંક્રમણ વધતાં તંત્ર તરફથી લેવાયો નિર્ણય
  • છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 890 કોરોના કેસ
  • ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર
  • ચાર શહેરોમાં રાત્રિ કર્ફયૂની સમયમર્યાદા લંબાવાઇ

ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસને ધ્યાને રાખતા રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફ્યુનાં સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છેે. હવે કર્ફ્યુનો સમય રાત્રિનાં 10 થી સવારનાં 6 સુધીનો રહેશે.

ગુજરાત: અમદાવાદમાં કોરોનાનો કહેર, શહેરમાં વધી રહ્યા છે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જે કોરોનાને લઇને કહેવાતુ હતુ કે તેના કેસ ઓછા થઇ ગયા છે તે જ કેસનાં આંકડા આજે વધુ ડરાવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા આજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યુ અંગે કડક નિર્ણય લેવાયો છે. હવે 4 મહાનગરો (અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ) માં રાત્રિનાં 12 ને બદલે 10 થી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુ આવતી 31 મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. આ પહેલા કોરોનાનાં વધતા કેસનાં કારણે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 સીરીઝની બાકી રહેલી મેચો દર્શકો વિના જ રમાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Cricket / ત્રીજી ટી-20 મેચમાં રોહિત શર્મા કરી શકે મેદાનમાં એન્ટ્રી, આ ખેલાડી થઇ શકે છે બહાર

ઉલ્લેખનીય છે કે, કર્ફ્યુનાં સમયમાં બદલાવ થયા બાદ હોટેલ-રેસ્ટોરન્ટને મોટી અસર પડી શકે છે. પહેલાથી ખરાબ સ્થિતિમાં ચાલી રહેલા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને પણ આ કર્ફ્યુની અસર થતા મોટો ફટકો પડી શકે છે. જો કે આ સમગ્ર બાબતે સરકાર પૂરી રીતે જાણકાર છે પરંતુ કોરોનાને હલકામાં લેવુ અને સરકારની ગાઇડલાઇન્સનું પાલન ન કરવુ આજે આ કડક નિર્ણયનું સૌથી મોટુ કારણ બનીને આપણી સમક્ષ આવીને ઉભુ છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યા 800 ઉપર રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…