Cricket/ ત્રીજી ટી-20 મેચમાં રોહિત શર્મા કરી શકે મેદાનમાં એન્ટ્રી, આ ખેલાડી થઇ શકે છે બહાર

રવિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીજી મેચમાં શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં અજેય દેખાવ કરવા પૂરો પ્રયત્ન કરશે.

Sports

રવિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીજી મેચમાં શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં અજેય દેખાવ કરવા પૂરો પ્રયત્ન કરશે. ટી-20 સીરીઝની પહેલી મેચમાં આઠ વિકેટની શરમજનક પરાજયનો ભોગ બન્યા બાદ ભારતે બીજી મેચમાં સાત વિકેટથી જીત મેળવી પાંચ મેચની શ્રેણીમાં 1-1થી બરોબર કરી લીધી છે.

IND vs ENG 2nd T-20 / ઈશાન કિશનની તોફાની બેટિંગે શિખરની વધારી મુસિબત, કોહલીએ કર્યા ખૂબ વખાણ

ઈંગ્લેન્ડની વિરુદ્ધ બીજી ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 1-1 નો બરોબરી તો કરી જ લીધી છે, પરંતુ સાથે તે આ જીતનાં સિલસિલાને આગળ પણ યથાવત રાખવા માંગશે. ત્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં હાર બાદ પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર કર્યા હતા. શિખર ધવન અને અક્ષર પટેલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને તક મળી હતી. જો કે ટીમ ઈન્ડિયા વિજેતા પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરવા માંગશે નહીં, જો કે નિયમિત ઓપનર રોહિત શર્મા બે મેચમાં આરામ કર્યા બાદ પાછા ફરશે તેવી સંભાવનાઓ પણ છે. ત્યારે કયા ખેલાડીને બહારનો રસ્તો આપવો તે મેનેજમેન્ટ માટે એક મોટો સવાલ બની ગયો છે.

IND vs ENG 2nd T-20 / કોહલીએ નામ કર્યો વિરાટ રેકોર્ડ, આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો

જો કે સતત બે મેચોમાં ફ્લોપ રહેલા કે.એલ.રાહુલ ને રિપ્લેસ કરી શકાય તેમ છે. વળી ઓક્ટોબરમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ શોધવાનું પણ ભારતનું લક્ષ્ય છે. કેપ્ટન વિરાટ કોહલીએ સીરીઝની પ્રથમ મેચ દરમિયાન કહ્યું હતું કે, રોહિતને પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે એટલે કે તે ત્રીજી મેચમાં પાછો ફરવાની સંભાવના છે. ઈશાન કિશનએ તેની પ્રથમ મેચમાં તોફાની અડધી સદીથી તેની જગ્યાની પુષ્ટિ કરી હોવાથી, પ્રથમ બે મેચમાં ફ્લોપમાં રહેલા કે.એલ. રાહુલને બહાર બેસવું પડે તો કોઇ નવાઇ નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ