Not Set/ VIDEO : જુઓ, આ દિલધડક કેચ જેણે, પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર થવા કર્યું મજબૂર

દુબઈ, એશિયા કપના સુપર – ૪ના અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે ૩૭ રને મેળવેલી શાનદાર જીત સાથે જ પાકિસ્તાનનો સફર પૂર્ણ થયો છે. “કરો યા મરો” સમાન જણાતી આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ૨૩૯ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી અને પાકિસ્તાનને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ૨૪૦ રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારિત […]

Trending Sports Videos

દુબઈ,

એશિયા કપના સુપર – ૪ના અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશની ટીમે ૩૭ રને મેળવેલી શાનદાર જીત સાથે જ પાકિસ્તાનનો સફર પૂર્ણ થયો છે. “કરો યા મરો” સમાન જણાતી આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ૨૩૯ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી અને પાકિસ્તાનને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ૨૪૦ રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં માત્ર ૨૦૨ રન જ બનાવી શકી હતી અને ૩૭ રને પરાજય થયો હતો.

પરંતુ જોવામાં આવે તો પાકિસ્તાનની ટીમની આ હાર માટે એક દિલધડક કેચ જવાબદાર છે, જેના કારણે પાકિસ્તાનનું એશિયા કપનું ટાઈટલ જીતવું અશક્ય બન્યું છે.

આ અંતિમ મેચમાં એક સમય હતો જયારે પાકિસ્તાનની ટીમે ૧૮ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી હતી અને પૂરી ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. ત્યારબાદ આ પૂરી ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનની ટીમ માટે સંકટમોચક બનેલા શોએબ મલિક મેદાનમાં આવ્યા હતા. ત્યારે તમામને આશા હતી કે, મલિક વધુ એકવાર પોતાની ટીમને જીત અપાવશે.

પરંતુ શોએબ મલિક જયારે ૩૦ રનના સ્કોરે પહોચ્યો ત્યારે બાંગ્લાદેશી ઝડપી બોલર રુબલ હુસૈનના બોલ બોલ પર શોટ માયો હતો. આ શોટ જોતા એક સમયે લાગતું હતું કે, બોલ બાઉન્ડ્રી પાર કરી જશે. પરંતુ મુશરફે મુતર્જાએ હવામાં ડાઈવ લગાવી એક હાથમાં આ શાનદાર કેચ પકડ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનની ટીમની ચોથી વિકેટ પડી હતી અને ટીમની તમામ આશાઓ પર પૂર્ણવિરામ મુકાયું હતું.