Not Set/ ગુપ્તચર વિભાગમાં ફરજ કરતા PSI ગુમ, IPS અધિકારીઓ દ્વારા માનસિક ટોર્ચર કર્યાનો આરોપ

ગાંધીનગર, ગાંધીનગરમાં પોલીસ સબ ઇન્સ્પેટર ગુમ થયાની ચિઠ્ઠી મળી હતી. ગુપ્તચર વિભાગમાં ફરજ કરતા સબ પોલીસ ઇન્સ્પેટર ગુમ થયા છે .ચિઠ્ઠીમાં દુનિયા છોડી ગયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહીં અને મારા જેવા કે જેનો કોઇ […]

Uncategorized

ગાંધીનગર,

ગાંધીનગરમાં પોલીસ સબ ઇન્સ્પેટર ગુમ થયાની ચિઠ્ઠી મળી હતી. ગુપ્તચર વિભાગમાં ફરજ કરતા સબ પોલીસ ઇન્સ્પેટર ગુમ થયા છે .ચિઠ્ઠીમાં દુનિયા છોડી ગયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહીં અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકડનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા.

કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય?

કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય? ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી. મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો.

અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી. કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરુ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો.

ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.

જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નીકળી ગયા. આશા હું શું કરું આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.

મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો. આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દીકરી માહીનું ધ્યાન રાખજે.

હું મારી દીકરીનો પણ ગુનેગાર છું કેમ કે હું એવા સમયે તેને છોડી જાવ છું કે અને જ્યારે તેને મારા હાથની જરૂર છે. દીકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે. એટલે મેં જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે.

રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે  કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે.

હું ફરી કહું છું કે હું કાયર નથી

રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કહું છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે. હું શું કરું હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા.

IPS અધિકારીઓ દ્વારા માનસિક ટોર્ચર કર્યાનો આરોપ લગાવ્યો છે..અધિકારીઓ પર કાનૂની કાર્યવાહી માટે કરતી વિનંતી કરાઇ છે..ત્યારે મંતવ્ય ન્યુઝે તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી..પરિવારજનોએ પોતાની આપવીતી જણાવી હતી.