Not Set/ આ ત્રણ રીતે તમે લસણનો ઉપયોગ ક્યારેય નહિ કર્યો હોય !

લસણને અત્યાર સુધી તમે જમવાનું બનાવવામાં જ ઉપયોગ કર્યો હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીમારીઓથી દૂર રાખવામાં લસણ મદદરૂપ થઇ શકે છે. અહી તમને લસણના ૩ કામો જે તમને કેમિકલથી દૂર રાખી શકશે. ફર્શ ક્લીનર તરીકે લસણનો ઉપયોગ   એક નાની બોટલમાં ૪ થી ૫ લસણની કળીને જીણી સમારીને ભરીદો. હવે આ […]

Lifestyle

લસણને અત્યાર સુધી તમે જમવાનું બનાવવામાં જ ઉપયોગ કર્યો હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બીમારીઓથી દૂર રાખવામાં લસણ મદદરૂપ થઇ શકે છે. અહી તમને લસણના ૩ કામો જે તમને કેમિકલથી દૂર રાખી શકશે.

ફર્શ ક્લીનર તરીકે લસણનો ઉપયોગ

 

એક નાની બોટલમાં ૪ થી ૫ લસણની કળીને જીણી સમારીને ભરીદો. હવે આ બોટલમાં વિનેગર અને લીંબુના રસના ૪ થી ૫ ટીપા ઉમેરો. તો તૈયાર છે તમારું DIY ફર્શ ક્લીનર. આ કલીનરથી ફર્શ પર રહેલા જીવાણુંઓ ગાયબ થઇ જાય છે.

પેસ્ટીસાઇડ તરીકે લસણનો ઉપયોગ

બગીચામાં રહેલા કીડી-મકોડા લસણની સુગંધથી દૂર ભાગે છે. આથી લસણમાંથી બનાવેલું કીટકનાશક પેસ્ટ તમને ઘણું ઉપયોગી થઇ શકે છે. આ પેસ્ટને બનાવવા માટે એક કપ પાણીમાં અડધું લીક્વીડ સાબુનું, મિનરલ ઓઈલ અને લસણનું તેલનું મિશ્રણ લો. આ મિશ્રણને સવારે અને રાતે ગાર્ડનમાં છાંટો.

મરછર ભગવવામાં મદદરૂપ લસણ

લસણ માત્ર જીવાત જ નહિ પરંતુ મરછરને ભગવવામાં પણ જોરદાર કામ કરે છે. જયારે પણ તમને મરછર કરડે ત્યારે સ્કીન પર લસણ ઘસો. જો આમ ન કરવું હોય તો તમે ઘરના એક ખૂણામાં લસણ રાખી શકો છો જેથી મરછર તમારી આજુ-બાજુ નહિ  ભટકે.