Not Set/  ફિટ અને લાંબું જીવન ઇચ્છો છો તો કરો સાઇકલ સાથે દોસ્તી

એક અધ્યયન પ્રમાણે જો તમે દીર્ઘાયું થવા માંગો છો તો  સાઇકલિંગ અને વોકિંગ વિશે વિચારવાનું તેમજ તેનો અમલ કરવાનું શરૂ કરી દો. એક અભ્યાસનો દાવો છેકે સીડી ચડવા-ઉતરવાથી તેમજ સાઇકલ ચલાવવાથી  જિંદગીના વર્ષો લંબાય છે. સ્વીડિશ સ્કૂલ ઓફ સ્પોટ્સ એન્ડ હેલ્થ સાયન્સના સંશોધન કર્ચા એલિન એકબ્લોમ અને બકે કહ્યુ કે  જે લોકો ફિટ રહેવા વિચારે […]

Health & Fitness Lifestyle

એક અધ્યયન પ્રમાણે જો તમે દીર્ઘાયું થવા માંગો છો તો  સાઇકલિંગ અને વોકિંગ વિશે વિચારવાનું તેમજ તેનો અમલ કરવાનું શરૂ કરી દો. એક અભ્યાસનો દાવો છેકે સીડી ચડવા-ઉતરવાથી તેમજ સાઇકલ ચલાવવાથી  જિંદગીના વર્ષો લંબાય છે.

સ્વીડિશ સ્કૂલ ઓફ સ્પોટ્સ એન્ડ હેલ્થ સાયન્સના સંશોધન કર્ચા એલિન એકબ્લોમ અને બકે કહ્યુ કે  જે લોકો ફિટ રહેવા વિચારે છે  અને જિમ જવાનું વિચારે છે  પરંતુ તેઓ એમ કરી શકતા નથી.  આવી પરિસ્થિતિમાં રોજિંદા જીવનમાં ફિટ રહેવા સક્રિય રહેવું. જેમ કે સીડીઓ ચડવી કે ઉતરવી,  સાઇકલ ચલાવવી, તરવું , તાજી હવામાં આંટો મારવો વગેરે.

સંશોધન કર્તાના જણાવ્યા પ્રમાણે  આ તારણ 18 થી 74 વર્ષની વયના  3,16,137  લોકો પર કરવામાં આવેલા અભ્યાસને આધારે કાઢવામાં આવ્યું છે.  અભ્યાસમાં  પુરૂષો તથા મહિલાઓના બધા જ વર્ગના વયનો અહીં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ છે સાઇકલિંગના ફાયદા

જે લોકો કાર્યસ્થળે લાંબા સમય સુધી બેસી રહે છે  તેઓ સ્થૂળતા, હૃદયરોગ, ડાયાબટીસ તેમજ કેન્સરના રોગનો ભય વધુ જોવા મળે છે.  તમે ફિટ અને આકર્ષક દેખાવા યોગ્ય એકસરસાઇઝ શોધી રહ્યા છો તો સાઇકલિંગ તમારા માટે યોગ્ય વિકલ્પ છે.  વજન ઘટાડવા તેમજ મસલ્સ મજબૂત બનાવવા માટે સાઇકલિંગ ઘણી ફાયદેમંદ એકસરસાઇઝ છે.  જે આખા શરીરને  મજબૂત બનાવે છે અને તેના લીધે ફેંફસા પણ સારી રીતે કામ કરે છે.  તેમજ પગની માંસપેશીઓ મજબૂત થાય છે. તેમજ સ્થૂળતા ઘટે છે. વળી તે હાર્ટને પણ સક્રિય રાખે છે. નિયમિત સાઇકલ ચલાવવાથી રક્તનો પ્રવાહ યોગ્ય રીતે વહે છે.

ઉપરાંત નિયમિત સાઇકલ ચલાવનારા લોકોને કેન્સર થવાનો ભય પણ ઘટી જાય છે. આ પ્રમાણ અન્યની સરખામણીએ 46 ટકા જેટલું ઘટી જાય છે.  આ સંશોધનમાં 2 લાખ 64 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સાઇકલિંગ ડાયાબટીઝના રોગીઓ માટે પણ ફાયદાકારક છે.  ટાઇપ -1 ડાયાબિટીઝન દર્દી એક કલાક સાઇકલ ચલાવે તો તેમને ઘણો ફાયદો થાય છે.