Health Tips/ જાણીએ નિષ્ણાત તબીબો શું કહે છે? કામળો ઓઢીને પરસેવો વળે તો તાવ ઉતરી જાય ખરો?

તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને એવામાં કામળો ઓઢીને પરસેવો લાવવાથી Fever કે ઇન્ફેક્શન ઝડપથી ઠીક થાય છે એ વાતમાં કોઈ જ સચ્ચાઈ નથી!

Trending Health & Fitness Lifestyle
Fever આવે ત્યારે કામળો ઓઢીને સૂવું જોઇએ ખરું?

Health Tips: જ્યારે પણ તાવ (Fever) આવે ત્યારે દવા ખાધા બાદ અત્યંત પરસેવો (Sweating) વળે છે અને ત્યારબાદ, શરીર ઠંડુ થઈ જાય છે અને શરીરનું તામાન નૉર્મલ થઈ જાય છે…આ જોઈને ઘણા લોકોને એવું લાગે છે કે પરસેવો વળવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે! પરંતુ ઘણી વાર દવા ખાધા વિના પણ કેવળ પરસેવો વળે એ હેતુથી લોકો કામળો ઓઢીને સૂઇ જાય છે અને એમને એવો ભ્રમ થાય છે કે જેવો પરસેવો વળશે કે તાવ છૂમંતર થઈ જશે! પરસેવામાં શરીરનું ઈન્ફેક્શન (Infection) પણ જતું રહેશે…પણ ખરેખર એવું થાય છે ખરું? જાણીએ…નિષ્ણાત ડૉક્ટર પાસેથી…

દિલ્હીની પ્રખ્યાત હૉસ્પિટલના પલ્મોનરી, ક્રિટીકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના અનુભવી સલાહકાર તબીબ (Doctor)ના મતે, જાણી જોઈને પરસેવો વહેવડાવવાથી શરીરના ઈન્ફેક્શન સામે લડવાનો આ કોઈ રસ્તો નથી…તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને એવામાં વધારે કપડા પહેરવાથી કે કામળો ઓઢીને પરસેવો લાવવાથી તાવ કે ઇન્ફેક્શન ઝડપથી ઠીક થાય છે એ વાતમાં કોઈ જ સચ્ચાઈ નથી!

તાવમાં પરસેવો વળે એવા પ્રયાસો કરવા ફાયદાકારક ખરા? (Does Sweating Help to cure Fever)

તબીબના મતે, વધારે પરસેવો વળવાથી તમારી તબિયત ખરાબ પણ થઇ શકે છે. એના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાઈ શકે છે અને ડિહાઈડ્રેશન (Dehydration)નું જોખમ વધી શકે છે. આનાથી શરીરમાં નબળાઇ, ચક્કર આવવા, થાક લાગવો (Weakness, dizziness, fatigue) અને અસહજ મહેસૂસ થઈ શકે છે. વધુ ગરમીથી શરીરનું તાપમાન (Body Temperature) વધારે પણ વધી શકે છે! આમ જોઈએ તો તાવ દરમિયાન, પરસેવો આવવો સ્વાભાવિક છે પણ જાણી જોઈને પરસેવો લાવવો એ શરીરમાં રહેલા ઈન્ફેક્શનનો કોઈ ઈલાજ નથી!

તાવના દર્દી અને ડૉક્ટર

તાવ ઉતરે ત્યારે પરસેવો વળે

તાવને પરસેવાથી ઓછો કરવાની રીત તમને ભલે વિચિત્ર લાગતી હોય પણ આની પાછળ એ કારણ છે કે તાવ ઓછો થાય એટલે પરસેવો આપોઆપ આવે જ છે..તબીબના મતે સામાન્ય રીતે, શરીર પોતાના સામાન્ય તાપમાન તરફ પરત વળવાના પ્રયત્નના ભાગરુપે ગરમી છોડવાનો આ કુદરતી નુસખો (Natural Trick) અપનાવે છે. પણ એનો એ અર્થ બિલકુલ નથી કે સંક્રમણ પરસેવા વાટે બહાર નીકળી રહ્યું છે! અન્ય શબ્દોમાં કહીએ તો પરસેવો વળવો એ બાબતનો સંકેત છે કે તાવ ઓછો થઈ રહ્યો છે પરંતુ જાણીજોઈને પરસેવો વહેવડાવવાથી તાવ ઓછો થતો નથી.

તાવ આવે તો શું કરવું?

શરીરનું તાપમાન વધારે વધે એવું કરવા કરતા તમારે પૂરો આરામ કરવો જોઇએ…પર્યાપ્ત માત્રામાં પ્રવાહી પીણા (Liquid)નું સેવન કરવું જોઈએ. હળવા અને આરામદાયક કપડાં પહેરવા જોઇએ. રુમનું તાપમાન પણ આરામદાયક હોવું જોઇએ. જો તાવના કારણે તમને તકલીફ હોય તો તબીબની સલાહથી પેરાસિટામોલ (Paracetamol) લઇ શકો છો. પરસેવો લાવવાની જબરદસ્તી કોશિશ કરવા કરતા શરીરમાં તાવ આવવાના કારણ પર ધ્યાન આપવું જોઇએ.

માથાનો દુખાવો

તાવ એક લક્ષણ, બીમારી નહિં

જ્યારે પણ તાવ (Fever) આવે ત્યારે દવા ખાધા બાદ અત્યંત પરસેવો (Sweating) વળે છે અને ત્યારબાદ, શરીર ઠંડુ થઈ જાય છે અને શરીરનું તામાન નૉર્મલ થઈ જાય છે…આ જોઈને ઘણા લોકોને એવું લાગે છે કે પરસેવો વળવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે! પરંતુ ઘણી વાર દવા ખાધા વિના પણ કેવળ પરસેવો વળે એ હેતુથી લોકો કામળો ઓઢીને સૂઇ જાય છે અને એમને એવો ભ્રમ થાય છે કે જેવો પરસેવો વળશે કે તાવ છૂમંતર થઈ જશે!

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તાવ એક લક્ષણ છે અને કોઈ બીમારી (Disease) નથી! આથી જ તાવ આવવાનું મૂળ કારણ શોધવાની આવશ્યકતા હોય છે. ઘણો જ તીવ્ર તાવ આવ્યા કરતો હોય તો એને ઘરગથ્થુ નુસખાઓથી ઉતારવાની કોશિશ કરવી જોઈએ નહિં…જો ઠંડી લાગતી હોય તો ઓઢીને સૂવું હિતાવહ છે પણ જો તાવમાં શ્વાસ લેવામાં તકલીફ, વધારે નબળાઈ, સતત ઊલટી અથવા અસહ્ય માથાનો દુ:ખાવો હોય તો કામળો (Blanket) ઓઢીને ઊંઘ્યા કરતા સત્વરે તબીબની સલાહ લેવી જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો:  ફેટી લિવરને રિવર્સ કરવા શું કરશો? તબીબોના મતે કેટલીક સરળ અને અસરકારક રીતો..!

આ પણ વાંચો:  લિવરને ધીમે-ધીમે ખતમ કરી નાખશે ખાન-પાનની આ કુટેવો…ફેટી લિવર અંગે ડૉક્ટરની ચેતવણી..!

આ પણ વાંચો: હૅર ફૉલમાં કોળાના બીજ ફાયદાકારક છે ખરાં? આયુર્વેદ એક્સપર્ટ પાસેથી જાણીએ…