Health Tips: અયોગ્ય જીવનશૈલીમાં હાઈ બ્લડ પ્રેશર (High BP) એક અત્યંત ગંભીર અને સામાન્ય સમસ્યા બની ચૂકી છે. આ રોગને સાઈલેન્ટ કિલર (Silent Killer) પણ કહે છે કારણ કે, એના લક્ષણો મોટાભાગે મોડેથી પ્રકાશમાં આવે છે. આજકાલ તો દરેક વયના અને ખાસ કરીને નાની ઉંમરના લોકો પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે.
યંગસ્ટર્સમાં આ પ્રોબ્લેમ ઘણો જ વધી રહ્યો છે. આવામાં જાણીતા હૅલ્થ એક્સપર્ટે સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો શૅર કરીને દર્શાવ્યું છે કે હાઈ બીપીની સમસ્યામાં કયું ફળ અત્યંત ફાયદાકારક હોય છે! જે ફળની તેઓ વાત કરી રહ્યાં છે એ છે કેળું…કેળાં હાઈ બીપીના દર્દીઓનું બીપી કંટ્રોલ (Blood Pressure Control)માં રાખવાનો એક કુદરતી નુસખો છે. તો ચાલો જાણીએ કે કેળા શી રીતે હાઈ બીપી (High BP)માં ફાયદાકારક હોય છે?

કેળા હાઈ બીપી (High BP)માં શા માટે અમૃત સમાન છે?
કેળા (Banana)માં હાજર પોષક તત્વો બીપીને નિયંત્રિત કરવામાં સીધી જ મદદ કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ (Potassium) મળી આવે છે. શરીરમાં વધુપડતુ સોડિયમ હાઈ બીપીનું મુખ્ય કારણ હોય છે અને પોટેશિયમ શરીરમાં સોડિયમ (Sodium)ના નુકસાનકારક પ્રભાવોને અસરવિહીન બનાવવામાં મદદ કરે છે અને પેશાબ દ્વારા વધારાના સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે.
આ ઉપરાંત, પોટેશિયમ બ્લડ વેસલ્સની દીવાલોમાં તણાવ ઓછો કરે છે. આનાથી લોહીનું અભિસરણ (Blood Circulation) યોગ્ય રીતે થાય છે અને હૃદય પર વધારે પ્રેશર પણ નથી પડતું. આની સાથોસાથ, કેળામાં મેગ્નેશિયમ અને ફાઈબર (Fiber)ની પણ પ્રચૂર માત્રા હોય છે. જે પૈકી મૅગ્નેશિયમ નસોને શાંત રાખવામાં અને બીપીને નિયંત્રણમાં રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કેળા ક્યારે ખાવા જોઇએ?
નિષ્ણાત તબીબના મતે, કોઈ પણ ફળ (Fruit)નો પૂર્ણ ફાયદો શરીરને મળે એ માટેનો એને ખાવાનો યોગ્ય સમય અને યોગ્ય રીતે સેવન કરવું અતિ મહત્વનું છે. કેળા ખાવાનો યોગ્ય સમય નાસ્તાના લગભગ 1 થી 2 કલાક પછી હોય છે. આ સમયે એનું સેવન કરવાથી શરીરને ભરપૂર પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને આખો દિવસ એનર્જા જળવાઇ રહે છે.
નરણા કોઠે ક્યારેય કેળા ન ખાવા
તબીબના મતે, સવારે તદ્દન ખાલી પેટે કેળા ખાવાથી બચવું જોઈએ. આમ કરવાથી લોહીમાં મૅગ્નેશિયમ અને પૉટેશિયમનું સ્તર અચાનક વધી શકે છે અને એથી પેટની તકલીફો અથવા તો શુગર લૅવલ ઉપર-નીચે થઇ શકે છે જેથી સમસ્યા સર્જાઇ શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ડાયાબિટીસ, બીપી અને હાર્ટથી લઇ 39 જરૂરી દવાઓ સસ્તી; કેન્દ્ર સરકારે કિંમતો પર લગાવ્યો અંકુશ
આ પણ વાંચો: રામબાણ ઈલાજ છે આ જાપાની ટ્રિક! દરરોજ વૉક કરો આ રીતે, હાઈ બીપી કંટ્રોલમાં રહેશે
