Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં Safety Auditની માંગ, NSUIનું આવેદન

આવેદનપત્રમાં કેમ્પસની તમામ ઇમારતોનું સેફ્ટી ઓડિટ (Safety Audit) તેમજ સ્ટ્રક્ચરલ ઓડિટ (Structural Audit) નિષ્ણાતોની ટીમ દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

Gujarat Ahmedabad
દ્યાર્થીઓની સુરક્ષા (Student Safety)ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના તમામ ભવનોનું તાત્કાલિક ઓડિટ (Safety Audit)કરાવવાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Ahmedabad News : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને તેની સાથે જોડાયેલી કોલેજોના ભવનોની સુરક્ષા અંગે NSUIએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા (Student Safety)ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના તમામ ભવનોનું તાત્કાલિક ઓડિટ (Safety Audit)કરાવવાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Gujarat Universityમાં તમામ ભવનોનું Structural Audit કરવાની માંગ

દિલ્હીમાં તાજેતરમાં બનેલી ઇમારત ધરાશાયી થવાની ઘટનાને પગલે અમદાવાદ શહેર NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે. NSUIનું કહેવું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે અગાઉથી જરૂરી સલામતી વ્યવસ્થા કરવી જરૂરી છે.

આવેદનપત્રમાં કેમ્પસની તમામ ઇમારતોનું સેફ્ટી ઓડિટ તેમજ સ્ટ્રક્ચરલ ઓડિટ (Structural Audit) નિષ્ણાતોની ટીમ દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

ક્લાસરૂમથી લઈને હોસ્ટેલ સુધી તપાસની માંગ

NSUIએ યુનિવર્સિટી કેમ્પસના વિવિધ વિભાગો, ક્લાસરૂમ, હોસ્ટેલ, લાઇબ્રેરી, લેબોરેટરી અને કેન્ટીન સહિતની તમામ ઇમારતોની સુરક્ષા તપાસ કરવાની માગ કરી છે.

સક્ષમ સિવિલ એન્જિનિયર્સ અને સંબંધિત નિષ્ણાતો દ્વારા બાંધકામની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને જ્યાં પણ જોખમ જણાય ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

જર્જરિત ઇમારતોને ઉપયોગમાંથી દૂર કરવાની માગ

કેમ્પસમાં આવેલી જૂની અથવા જર્જરિત ઇમારતોની ઓળખ કરીને તેની અલગ યાદી તૈયાર કરવાની માંગ પણ કરવામાં આવી છે. આવી ઇમારતો વિદ્યાર્થીઓ કે સ્ટાફના ઉપયોગ માટે જોખમી જણાય તો તેને તાત્કાલિક ખાલી કરાવી અન્ય વ્યવસ્થા ઊભી કરવાની NSUIએ રજૂઆત કરી છે.

જ્યાં સમારકામથી ઇમારત સુરક્ષિત બની શકે તેમ હોય ત્યાં ઝડપથી રિનોવેશન હાથ ધરવામાં આવે અને ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ

NSUIએ માત્ર ઓડિટ કરાવવા પૂરતું નહીં પરંતુ તેની વિગતો જાહેર કરવાની પણ માગ કરી છે. ઓડિટ પૂર્ણ થયા બાદ સંબંધિત અહેવાલ અને સુરક્ષા પ્રમાણપત્ર યુનિવર્સિટીની વેબસાઇટ તથા નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇમારતોની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.

કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

અમદાવાદ શહેર NSUI પ્રમુખ ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકારી શકાય નહીં. વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સ્ટાફ દરરોજ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે ત્યારે તેમની સલામતી સુનિશ્ચિત કરવી વહીવટી તંત્રની જવાબદારી છે.

NSUIએ સ્પષ્ટ કર્યું છે કે જો યોગ્ય સમયમર્યાદામાં આ મુદ્દે નક્કર કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેની જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં Ph.D. પ્રવેશ મુદ્દે ABVPનો હલ્લાબોલ, HPP બેઠકો દર્શાવવા અને ફોર્મની મુદત વધારવાની માંગ

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની મુશ્કેલી વધી: હવે ભરતી કૌંભાડની અંગે નિવૃત્ત હાઈકોર્ટ જજ કરશે તપાસ

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હલ્લાબોલ, ઈન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ