Health Tips :આપણા શરીરમાં કિડની (Kidney)એક સાયલન્ટ વર્કર (શાંત કામદાર) છે. તે ચૂપચાપ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે કિડની (Kidney)ને નુકસાન થાય છે, ત્યારે તે બૂમો પાડીને શરીરને સંકેત આપે છે. કમનસીબે, ભારતમાં ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીને કારણે કિડની (Kidney) ફેલ્યોરના કેસો ઝડપથી વધી રહ્યા છે.
શું તમને ખબર છે કે કિડની બગડવાની શરૂઆત થાય ત્યારે તેના ચિહ્નો સૌથી પહેલા તમારા ચહેરા પર જોવા મળે છે? ચાલો જાણીએ એવા 4 લક્ષણો વિશે જે કિડનીની બીમારી તરફ ઈશારો કરે છે.
કિડની (Kidney)ની બીમારીના લક્ષણો
ત્વચા એકદમ સુકી (Dry Skin) થઈ જવી

કિડનીનું કામ શરીરમાં મિનરલ્સ અને પ્રવાહીનું સંતુલન જાળવવાનું છે. જ્યારે કિડની બરાબર કામ નથી કરતી, ત્યારે આ સંતુલન બગડી જાય છે અને શરીર ‘ડિહાઇડ્રેટ’ થવા લાગે છે. પરિણામે, તમારી ત્વચા અચાનક શુષ્ક અને રુક્ષ થવા લાગે છે. જો કોઈ કારણ વગર તમારી સ્કીન ફાટવા લાગે, તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ચહેરા પર સોજા આવવા

જો સવારે ઉઠો ત્યારે તમારો ચહેરો ફૂલેલો લાગે અથવા મોટો દેખાય, તો સાવધાન થઈ જજો. કિડની શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢવાનું કામ કરે છે. જ્યારે તે કામ કરતી બંધ થાય, ત્યારે શરીરમાં પાણી ભરાઈ રહે છે, જે ચહેરા પર સોજાના રૂપમાં દેખાય છે.
આંખોની આસપાસ સોજા (Puffy Eyes)

શું તમારી આંખોની નીચે થેલી જેવું બની ગયું છે? આ માત્ર ઊંઘ ન આવવાનું કારણ નથી. જ્યારે કિડનીમાંથી પ્રોટીન લીક થઈને પેશાબ વાટે બહાર નીકળવા લાગે છે, ત્યારે તેની અસર આંખો પર દેખાય છે. લોહીમાં પ્રોટીનની ઉણપ અને ઝેરી તત્વો વધવાને કારણે આંખોની આસપાસ સોજા આવે છે. આ કિડની ડેમેજનું સૌથી મોટું લક્ષણ છે.
ત્વચાનો રંગ બદલાવો અને ખંજવાળ

જ્યારે કિડની (Kidney)લોહી સાફ નથી કરી શકતી, ત્યારે લોહીમાં કચરો (Toxins) જમા થવા લાગે છે. આના કારણે ત્વચાનો રંગ ફિક્કો કે પીળો પડી શકે છે. આ ઉપરાંત, લોહીમાં ઝેરી તત્વો વધવાથી ચહેરા અને શરીર પર અચાનક ખંજવાળ આવવાની સમસ્યા પણ શરૂ થઈ શકે છે.
તમારો ચહેરો તમારા સ્વાસ્થ્યનો અરીસો છે. જો ઉપરનામાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાય, તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નેફ્રોલોજિસ્ટ (કિડની નિષ્ણાત) નો સંપર્ક કરો. સમયસર નિદાન કિડનીને ફેલ થતી બચાવી શકે છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર જાગૃતિ અને સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યા માટે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
આ પણ વાંચો: શિયાળામાં હદથી વધારે સીંગદાણા ન ખાશો…કિડની લિવરની હૅલ્થ પર આડ અસરો થઇ શકે છે..!
આ પણ વાંચો:ગુજરાતમાં પકડાયેલા આતંકવાદીઓ ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા? લીવર, કિડની, વગેરેને નુકસાન
