Ahmedabad News/ લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન: અમદાવાદમાં યુવતીની વાંધાજનક તસવીરો વાયરલ

લગ્નની જીદમાં અંધ બનેલા યુવકે પ્રેમિકાને બદનામ કરવા માટે હદ વટાવી, તસવીરો કરી viral

Gujarat Ahmedabad
viral

Ahmedabad News : અમદાવાદના અસલાલી વિસ્તારમાં એકતરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા યુવકે પ્રેમિકાને બદનામ કરવા માટે હદ વટાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન માટે પરિવારજનો રાજી ન થતા, આરોપીએ યુવતી પર દબાણ બનાવવા તેના વાંધાજનક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral)કરી દીધા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના યુવક સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 22 વર્ષીય યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. બંનેની પ્રથમ મુલાકાત એક લગ્ન પ્રસંગ દરમિયાન થઈ હતી, ત્યારબાદ મિત્રતા અને પ્રેમમાં પરિવર્તન થયું. જો કે, યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી યુવતીએ ધીમે ધીમે દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ આરોપી યોગેશ યુવતી પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતો હતો. યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરતાં આરોપીએ તેને બદનામ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. વાતચીત દરમિયાન આરોપીએ યુવતી સાથેના વાંધાજનક વીડિયો કોલ્સ ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધા હતા. જે બાદમાં આરોપીએ વાયરલ (viral)કર્યા હતા.

આરોપીએ યુવતીના પરિવાર પર દબાણ બનાવવા માટે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી યુવતીના વાંધાજનક ફોટા અને વીડિયો અપલોડ કર્યા હતા. આરોપી યુવતીને ધમકી આપતો હતો કે, “જો તારા માતા-પિતા લગ્ન માટે તૈયાર નહીં થાય તો હું તારી આબરૂ બગાડી નાખીશ, જેથી તેઓ મજબૂરીમાં લગ્ન કરાવી દેશે.”

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થતાં પરિવારજનોને જાણ થઈ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થતાં પરિવારજનોને જાણ થઈ

ગત 23 ડિસેમ્બરે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થતાં પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ઘટનાથી ગભરાયેલા પરિવારે તાત્કાલિક સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બાદમાં પીડિત યુવતીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આરોપી યોગેશ વાઘેલા સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ પુરાવા રૂપે વાયરલ (viral) વીડિયો ક્લિપની પેનડ્રાઈવ અને સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ પોલીસને સોંપ્યા છે. પોલીસે આ મામલે આઈટી એક્ટ તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઇવે પર અશ્લીલ કૃત્ય કરનાર ભાજપ નેતાને કોર્ટમાંથી જામીન મળ્યા, વાંધાજનક વીડિયોના સંદર્ભમાં ત્રણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

આ પણ વાંચો: પ્રિન્સિપાલ-શિક્ષિકાનો વાંધાજનક વીડિયો થયો વાયરલ,જુઓ

આ પણ વાંચો: તાંત્રિકે વળગાડના બહાને મહિલા પર કર્યો બળાત્કાર, બનાવ્યો વાંધાજનક વીડિયો,જાણો પચોઈ શું થયું