Gujarat News/ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 1.30  લાખથી વધુ મનોદિવ્યાંગ નાગરિકોને આશરે રૂ. 134 કરોડની સહાય ચૂકવાઈ 

પાટણ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન ૩૪૧ બૌદ્ધિક અસમર્થ નાગરિકોને કુલ રૂ. 23.51 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Top Stories Gujarat
1 2025 03 18T121634.276 ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 1.30  લાખથી વધુ મનોદિવ્યાંગ નાગરિકોને આશરે રૂ. 134 કરોડની સહાય ચૂકવાઈ 

Gujarat News: વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે, મનોદિવ્યાંગ નાગરિકોને સહાયરૂપ થવા છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના કુલ 1.30 લાખથી વધુ મનોદિવ્યાંગ નાગરિકોને આશરે રૂ. 134 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

સભ્ય દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે, વધુમાં વધુ બૌદ્ધિક અસમર્થ નાગરિકોને સહાયરૂપ થવા રાજ્ય સરકારે દિવ્યાંગતાની ટકાવારીમાં સમયાંતરે 80 ટકાથી 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

પાટણ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 341 બૌદ્ધિક અસમર્થ નાગરિકોને કુલ રૂ. 23.51 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતને આ વર્ષે 30 IAS ઓફિસર મળશે: ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: ‘બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના પ્રદાન કરશે’: રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો:ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ