Gandhinagar News/ રાજકોટ ગ્રામ્યમાં નર્મદા/સ્થાનિક ડેમથી જૂથ પાણી પુરવઠો: મંત્રી ઈશ્વરસિંહ પટેલ

જૂથ Water Supply યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે

Gujarat Gandhinagar
Water Supply

Gandhinagar News : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા (Water Supply) યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા (Water Supply) યોજના હેઠળ રાજકોટ(Rajkot) અને જસદણ(Jasdan) તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા (Water Supply) યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ અંતર્ગત 661 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાના ફેઝ 2 કાર્યરત થવાથી અંદાજિત 2,91,577 નાગરિકોને માથાદીઠ 100 લીટર જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં 95 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.


આ પણ વાંચો : વડોદરા વાસીઓ સાવધાન! 5 અને 6 ઓગસ્ટના રોજ પાણી પુરવઠો રહેશે બંધ

આ પણ વાંચો : સુરત મનપાના બે ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે

આ પણ વાંચો : પાલનપુર અને ગ્રામ વિસ્તારોમાં ચાર દિવસ પાણીકાપ, સમગ્ર વિસ્તારને નહિ મળે 4 દિવસ ધરોઈનું પાણી, 1 થી 4 સપ્ટેમ્બર ધરોઈ જૂથ યોજનાનો પાણીનો સપ્લાય બંધ, દાંતાના